WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ

Google 2020માં Android માટે બબલ્સ લાવ્યો હતો અને હવે WhatsApp યુઝર્સ આ મેસેજિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે .

WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ

Photo Credit: Google

સૌપ્રથમ Android 10 પર ડેવલપર્સ નોટિફિકેશન બબલ્સ લાવ્યા હતા .

હાઇલાઇટ્સ
  • " નોટિફિકેશન બબલ્સ "
  • ચેટ્સ સ્ક્રીન પર નાના ફ્લોટિંગ બબલ ( આઈકોન ) તરીકે દેખાશે
  • ચેટ્સ હંમેશા સ્ક્રીન પર એક્સેસિબલ રહે
જાહેરાત

WhatsApp  ટૂંક સમયમાં Android યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ બદલવા માટે નવું " નોટિફિકેશન બબલ્સ " ફીચર લાવી  શકે છે .  જેના દ્રારા ચેટ્સ સ્ક્રીન પર ફ્લોટિંગ આઈકોન તરીકે દેખાશે . યુઝર્સ એપ છોડયા  વગર મેસેજ વાંચી અને જવાબ આપી શકશે , જેથી મલ્ટીટાસ્કિંગ  વધુ સરળ બનશે . આ ફીચરથી    યુઝર્સને  વારંવાર એપ બદલીને મેસેજ ચેક કરવાની જરૂર નહીં પડે  . હાલમાં આ સુવિધા વિકાસ હેઠળ છે અને હજી ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ નથી , પરંતુ  આવનારા અપડેટમાં તેને રજૂ કરવામાં આવી છે .

WhatsApp  પર ચેટ બબલ્સ કેવી રીતે કામ કરશે ?

આ નવા ફીચર હેઠળ , ચેટ્સ સ્ક્રીન પર નાના ફ્લોટિંગ બબલ ( આઈકોન ) તરીકે દેખાશે . જયારે મેસેજ આવશે , ત્યારે તમે બીજી કોઈ એપ વાપરી રહ્યા હોવા છતાં  આ બબલ દેખાશે . તમે બબલ પર ટેપ કરીને નાનું ચેટ વિંડો ખોલી શકો છો અને આખી WhatsApp એપ ખોલ્યા વગર જ તરત જવાબ આપી શકો છો . 

આ ફીચર Facebook Messenger ના ચેટ હેડ્સ જેવું કામ કરશે , જેમાં ચેટ્સ હંમેશા સ્ક્રીન પર એક્સેસિબલ રહે છે . બબલમાં મેસેજ મોકલનારનો પ્રોફાઈલ ફોટો પણ દેખાશે , જેથી તમને તરત ખબર પડે કે કોનો મેસેજ આવ્યો છે ?

" નોટિફિકેશન બબલ્સ "
Photo Credit: WABetaInfo

ક્યાં યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે ?

આ સુવિધા Android માટે બનાવવામાં આવી રહી છે , કારણ કે iOS માં આવા બબલ્સ સપોર્ટ નથી . ખાસ કરીને Android 11 અથવા તેના પછીના વર્ઝન વાપરતા  યુઝર્સ માટે આ ફીચર વધુ સારી રીતે કામ કરશે . જુના Android વર્ઝનમાં " draw over apps " જેવી પરમિશન જરૂરી પડી શકે છે .

ફાયદા શું રહેશે ?

આ ફિચરનો મુખ્ય ફાયદો એ છે કે તમે જે કામ કરી રહ્યા છો તે વચ્ચે રોક્યા વગર ચેટ કરી શકશો . મેસેજિંગ વધુ ઝડપી , સરળ અને મલ્ટીટાસ્કિંગ ફ્રેન્ડલી બની જશે .

મહત્વની વાત :

હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને હજુ કોઈ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ નથી . શક્ય છે કે પહેલા તેને કેટલાક Android બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે અને પછી ધીમે ધીમે બધા માટે ઉપલબ્ધ કરવામાં આવશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. IPL ની લોકપ્રિયતા શિખરે : ફાઇનલ મેચ બની ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી મેચ
  2. ઓનલાઈન સુરક્ષા પર ભાર : બ્રિટન અને મલેશિયાએ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર લગામ કસી
  3. Apple નું મોટું અપડેટ ! iOS 27 સાથે iPhone રિકવરી બનશે વધુ સરળ
  4. એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો
  5. iPhone 17 Pro ખરીદવાની મોટી તક ! Flipkart સેલમાં મળી રહ્યો છે ભારે ડિસ્કાઉન્ટ
  6. 8000mAh બેટરીથી લઈને 144Hz ડિસ્પ્લે સુધી , Realme P4R 5G, OnePlus Nord CE6 Lite અને Poco M8 5Gની સરખામણી
  7. 200MP કેમેરા અને 7050mAh બેટરીવાળો Oppo Find X9 Ultra હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  8. તત્કાલ ટિકિટ બુકિંગ થશે વધુ સરળ ? રેલવે મંત્રીએ નવી IRCTC વેબસાઈટ લોન્ચની કરી જાહેરાત
  9. હવે AI એજન્ટ કરશે ખરીદી અને પેમેન્ટ ! Pine Labsનું નવું P3P પ્રોટોકોલ લોન્ચ
  10. 27 જૂનનો મોટો ધમાકો : Tata Sierra EV એન્ટ્રી માટે તૈયાર , Creta Electricને આપશે કડક ટક્કર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »