2026માં આવી શકવા Appleનું ફોલ્ડેબલ iPhone , iPad - સ્ટાઇલ UI અને મલ્ટીટાસ્કિંગ ફીચર્સની શક્યતા

એપલનો ફોલ્ડેબલ હેન્ડસેટ આઈફોન અને આઇપેડ મિની વચ્ચેનો હાઇબ્રિડ હોઈ શકે છે

2026માં આવી શકવા Appleનું ફોલ્ડેબલ iPhone , iPad - સ્ટાઇલ UI  અને મલ્ટીટાસ્કિંગ ફીચર્સની શક્યતા

Photo Credit: Gadget 360

ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7માં સ્ક્રીન ઊંચી છે , જયારે એપલ પહોળી સ્ક્રીન ધરાવે છે .

હાઇલાઇટ્સ
  • Split-Screen મલ્ટીટાસ્કિંગ સુવિધા
  • 7.8 ઇંચ આંતરિક ફોલ્ડેબલ ડિસ્પ્લે
  • 2nm ટેક્નોલોજી પર આધારિત A20 Pro ચિપસેટથી સંચાલિત
જાહેરાત

Apple ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં મોડું પ્રવેશ કરી શકે છે , પરંતુ અફવાઓ મુજબ કંપની 2026માં તેના નવા ફોલ્ડેબલ ડિવાઇસ સાથે આવી શકે છે . આવું માનવામાં  આવે છે કે આ હેન્ડસેટ iPhone 18 Pro મોડેલ સાથે લોન્ચ થઇ શકે છે . કંપનીએ હજુ સુધી આ ડિવાઇસ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી , પરંતુ અહેવાલોમાં જણાવાયું છે કે તેને સામાન્ય રીતે iPhone Fold તરીકે ઓળખવામાં આવે છે . રિપોર્ટ મુજબ આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં iPhone અને iPad બંનેના તત્વોને જોડતી યુઝર ઇન્ટરફેસ હોઈ શકે છે  . મોટા ફોલ્ડેબલ ડિસ્પ્લેનો લાભ લેવા માટે તેમાં એવો લેઆઉટ આપવામાં આવી શકે છે , જે વપરાશકર્તાઓને  એકસાથે બે એપ્સ ચલાવવાની સુવિધા આપે .

iPad જેવી UI અને મલ્ટીટાસ્કિંગ 
Bloombergના  ટેક પત્રકાર Mark Gurman અનુસાર , કથિત iPhone Fold જયારે ખોલવામાં આવશે ત્યારે તેનો ઇન્ટરફેસ Apple iPad જેવી અનુભૂતિ આપશે . મોટા ડિસ્પ્લે પર બે એપ્સ સાથે સાથે ચલાવી શકાય તેવી Split-Screen    મલ્ટીટાસ્કિંગ  સુવિધા મળી શકે છે .

હાલના iPhone મોડેલમાં મુખ્ય સ્ક્રીન પર એકસાથે બે એપ્સ ચલાવવાની સુવિધા ઉપલબ્ધ નથી . ફક્ત વિડીયો અથવા કોલ્સ માટે મર્યાદિત Picture-in-Picture સપોર્ટ મળે છે પરંતુ ફોલ્ડેબલ મોડેલમાં iPad જેવી એપ સાઈડબાર પણ હોઈ શકે છે , જે સ્ક્રીનની ડાબી બાજુ પર જોવા મળશે .રિપોર્ટ અનુસાર Apple  ડેવલપર માટે ખાસ ટૂલ્સ પણ તૈયાર કરી રહી છે . જેથી તેઓ તેમની હાલની એપ્સને મોટા ડિસ્પ્લે અને નવા ઇન્ટરફેસ માટે અનુકૂળ બનાવી શકે .

ડિઝાઇન અને ડિસ્પ્લે 
ડિઝાઈનની વાત કરીએ તો Appleનો આ ફોલ્ડેબલ ફોન iPad  mini અને iPhone વચ્ચેનો હાઇબ્રિડ બની શકે છે . જયારે ફોન ફોલ્ડ કરવામાં આવશે ત્યારે તે સામાન્ય સ્લેબ-સ્ટાઇલ iPhone જેવો લાગશે અને તેમાં બાહ્ય ડિસ્પ્લે મળશે  પરંતુ ખોલવામાં આવે ત્યારે તેની સ્ક્રીનનો કદ iPad mini જેટલો નજીક હોઈ શકે છે . 

અહેવાલો મુજબ કંપની 4:3 પાસા રેશિયો સાથે વિશાળ ડિસ્પ્લે ડિઝાઇન અપનાવી શકે છે , જે Google Pixel Foldના પ્રમાણ જેવું હોઈ શકે છે . તેમાં લગભગ  5.5ઇંચ બાહ્ય સ્ક્રીન અને 7.8 ઇંચ આંતરિક ફોલ્ડેબલ ડિસ્પ્લે મળી શકે છે .

સ્પેસિફિકેશન્સ :
હવે વાત કરીએ સ્પેસિફિકેશન્સની તો iPhone Foldમાં ડયુઅલ રિયર કેમેરા અને ડયુઅલ ફ્રન્ટ કેમેરા હોવાની શક્યતા છે .હેન્ડસેટને 2nm ટેક્નોલોજી પર આધારિત  A20 Pro  ચિપસેટથી સંચાલિત કરવામાં આવે છે .

નેટવર્કિંગ માટે Appleનો C2 મોડેમ ઉપયોગમાં લેવાઈ શકે છે . ઉપરાંત ફોનમાં Touch ID સપોર્ટેડ પાવર બટન પણ હોઈ શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »