આ તારણો સૂચવે છે કે ગેસનું જાયન્ટ વાતાવરણ તેના ભ્રમણકક્ષામાં ફરતા ચંદ્રોની પ્રવુતિ પર તરત જ પ્રતિક્રિયા આપે છે .
Photo Credit: NASA
હાલના સંશોધનોએ પુરાવા આપ્યા છે કે ભૂતકાળમાં ગુરુ ગ્રહ તેના વર્તમાન કદથી બમણો હતો
ગુરુ ગ્રહ સૌરમંડળમાં સૌથી શક્તિશાળી ઓરોરા ઉત્પન્ન કરનાર ગ્રહ છે . આ તેજસ્વી પ્રકાશ તેના ધ્રુવોની આસપાસ દેખાય છે , જયારે ઊર્જાસભર ચાજર્ડ કણો ગ્રહના વાતાવરણ સાથે અથડાય છે .હવે નવા અવલોકનોથી જાણવા મળ્યું છે કે ગુરુના કેટલાક ચંદ્રો આ ઓરોરાનર અણધારી રીતે પ્રભાવિત કરી શકે છે . James Webb SpaceTelescope(JWST ) નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ ઓરોરાની અંદર બનતા અસામાન્ય ' ઠંડા પગના નિશાન ' શોધ્યા ચાર . આ અસર ચંદ્રો અને ગુરુના વિશાળ ચુંબકીય ક્ષેત્ર વચ્ચે થતી ક્રિયાપ્રતિક્રિયાને કારણે સર્જાય છે .
આ તારણો સૂચવે છે કે ગેસ જાયન્ટ ગુરુનું વાતાવરણ તેના આસપાસ ભ્રમણ કરતા ચંદ્રોની પ્રવુતિઓ પર ઝડપથી પ્રતિક્રિયા આપે છે . આવી ક્રિયાપ્રતિક્રિયાઓને કારણે તાપમાન અને ચાજર્ડ કણોની ઘનતામાં ઝડપથી ફેરફાર જોવા મળે છે .
ચંદ્ર અને ગુરુ વચ્ચેની ચુંબકીય ક્રિયાપ્રતિક્રિયા
Northumbria University ના સંશોધકો મુજબ JWST ના ડેટાના વિશ્લેષણ દરમિયાન જાણવા મળ્યું છે કે ગુરુના ચાર મોટા ચંદ્રો - lo, Europa, Ganymede અને Callisto ગ્રહના ચુંબકીય વાતાવરણને નોંધપાત્ર રીતે અસર કરે છે .
જયારે આ ચંદ્રો ગુરુના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર સાથે ક્રિયા કરે છે , ત્યારે તેઓ ચાજર્ડ કણોને વાતાવરણ તરફ દોરી જાય છે .આ પરિણામે ઓરોરામાં તેજસ્વી 'ઓરોરેલ ફૂટપ્રિન્ટ ' બને છે , જે સીધા ચંદ્રોની ભ્રમણકક્ષા સાથે જોડાયેલા હોય છે .
સૌરમંડળમાં સૌથી વધુ જ્વાળામુખી સક્રિય પદાર્થ માનવામાં આવતા lo માંથી ભારે પ્રમાણમાં ચાજર્ડ કણો બહાર પડે છે .આ કણો મળીને ગુરુની આસપાસ "lo પ્લાઝમા ટોરસ " બનાવે છે . જયારે ગેલિલિયન ચંદ્રો આ ક્ષેત્રમાંથી પસાર થાય છે , ત્યારે આયન ગુરુના વાતાવરણમાં ધકેલાય છે અને ઓરોરાને વધુ શક્તિશાળી બનાવે છે .
વેબ અવલોકનમાં ઠંડા વિસ્તાર અને કણોની વૃદ્ધિ
સપ્ટેમ્બર 2023માં લેવામાં આવેલી પાંચ ઇમેજોના વિશ્વલેષણ દરમિયાન વૈજ્ઞાનિકોએ lo ના ઓરોરલ ફૂટપ્રિન્ટ નીચે એક ઠંડો વિસ્તાર જોયો. અહીં તાપમાન લગભગ 509 ડિગ્રી F સુધી ઘટ્યું હતું , જયારે આયન ઘનતા આસપાસના ઓરોરલ ક્ષેત્રો કરતા લગભગ 45 ગણું વધારે નોંધાઈ હતી .
સંશોધકોએ શોધ્યું કે lo ઓરોરલ ફૂટપ્રિન્ટમાં તાપમાન અને કણોની ઘનતા ખુબ ઝડપથી બદલાય છે . આથી એવું અનુમાન થાય છે કે ગુરુના ચુંબકીય ક્ષેત્રમાં અસ્થિર અને ઊર્જાસભર ઈલેક્ટ્રોન હાજર છે . જે ગ્રહના વાતાવરણને અવકાશમાં થતી પ્રવુતિઓ પર તરત પ્રતિક્રિયા આપવા માટે પ્રેરિત કરે છે .
જયારે પૃથ્વીનો ચંદ્ર આપણા ઓરોરા પર કોઈ ખાસ અસર કરતો નથી , ત્યારે Enceladus જેવા શનિના કેટલાક ચંદ્રો તેમના ગ્રહના ઓરોરા પર અસર કરી શકે છે . આવી ક્રિયાપ્રતિક્રિયાઓના અભ્યાસથી વૈજ્ઞાનિકોને સમજવામાં મદદ મળે છે કે વિશાળ ગ્રહો અને તેમના ચંદ્રો વચ્ચે કેવી રીતે ગાઢ સંબંધ કાર્ય કરે છે .
જાહેરાત
જાહેરાત
WhatsApp Starts Warning Users About Chats From Unknown Numbers
iPhone 18 Pro, iPhone 18 Pro Max Camera Upgrades Said to Result in Thicker Rear Camera Module, Larger Lenses
Grand Theft Auto 6 Price, Editions Revealed; Pre-Orders Begin at Midnight on June 25