Motorola Edge 70 Fusion+ રજૂ , 144Hz AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા

Motorola Edge 70 Fusion+ માં ટેલિફોટો કેમેરા છે જયારે Edge 70 Fusion માં ડયુઅલ રિયર કેમેરા છે .

Motorola  Edge 70 Fusion+ રજૂ , 144Hz AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા

Photo Credit: Motorola

Motorola Edge 70 Fusion+ પેન્ટોન બ્લુ સર્ફ અને પેન્ટોન ઓરિએન્ટ બ્લુ કલરમાં આવે છે .

હાઇલાઇટ્સ
  • ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68 અને IP69 રેટિંગ
  • f/1.8 અપર્ચર, OIS અને Ultra Pixel ટેક્નોલોજી સાથે 50MP sony LYTIA 710
  • સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર દ્રારા સંચાલિત
જાહેરાત

મોટોરોલાએ તેની Edge 70 સિરીઝમાં નવા સ્માર્ટફોન તરીકે Motorola  Edge 70 Fusion+ ને લોન્ચ કર્યો છે . આ નવો હેન્ડસેટ સ્ટાન્ડર્ડ Edge 70 Fusion જેવી  ઘણી સ્પેસિફિકેશન્સ સાથે આવે છે પરંતુ તેમાં અપગ્રેડેડ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે . ફોનમાં 50 મેગાપિક્સલનો Sony LYTIA 710 પ્રાથમિક રિયર  સેન્સર , 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે . આ ફોનમાં Qualcomm Snapdragon 7s  Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે અને તે 144Hz  રિફ્રેશ રેટવાળો AMOLED ડિસ્પ્લે ધરાવે છે . આ ઉપરાંત તેમાં 5,200mAh બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે , જેમાં Nano-SIM અને eSIM બંને વિકલ્પો છે .ફોનને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68 અને IP69 રેટિંગ આપવામાં આવી છે .

Motorola  Edge 70 Fusion+  કિંમત અને ઉપલબ્ધતા :
Motorola  Edge 70 Fusion+ ની કિંમત BRL 2,969 (આશરે 52,900 રૂપિયા)રાખવામાં આવી છે . કંપનીની વેબસાઈટ પર આ સ્માર્ટફોન 12GB RAM  અને  256GB સ્ટોરેજના એકમાત્ર વેરિઅન્ટમાં છે . આ ફોન Pantone Orient Blue અને Pantone Blue Surf  જેવા બે રંગ વિકલ્પોમાં અને બ્રાઝિલમાં ખરીદી માટે પણ ઉપલબ્ધ છે .

Motorola  Edge 70 Fusion+  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Motorola  Edge 70 Fusion+ માં 6.8 ઈંચનું 1.5K (1,272*2,772 પિક્સેલ )સુપર HD AMOLED ડિસ્પ્લે છે , જે 144Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ સાથે આવે છે . સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર દ્રારા સંચાલિત છે , જેમાં Adreno 810 GPU ,12GB RAM અને 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . ફોન Android 16 આધારિત Hello UI પર કાર્ય કરે છે .

ફોટોગ્રાફી માટે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં f/1.8 અપર્ચર, OIS અને Ultra Pixel  ટેક્નોલોજી સાથે 50MP  sony LYTIA 710 પ્રાથમિક કેમેરા છે . સાથે 122 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુ સાથે 50MP  અલ્ટ્રાવાઇડ કેમેરા અને 3* ઓપ્ટિકલ ઝૂમ તથા 10*ડિજિટલ ઝૂમ સપોર્ટ સાથે 10MP  ટેલોફોટો કેમેરા આપવામાં આવ્યો છે . 

સેલ્ફી અને વિડીયો કોલ માટે ફોનમાં 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જે 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે . Motorola  Edge 70 Fusion+ માં 5,200mAh  બેટરી છે જે 68W Turbo Power ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , 4G LTE, Bluetooth 6.0 , NFC, Wi-Fi 6E, GPS અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે .

ડિઝાઇનની વાત કરીએ તો તેમાં Glass Fiber Reinforced Polymer(GFRP ) બેક પેનલ આપવામાં આવી છે . સાથે ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેશિયલ રિકગ્રિશન  સપોર્ટ પણ છે , ફોનનું માપ 162.76*75.60*7.21mm છે અને તેનું વજન લગભગ 177 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 2026માં આવી શકવા Appleનું ફોલ્ડેબલ iPhone , iPad - સ્ટાઇલ UI અને મલ્ટીટાસ્કિંગ ફીચર્સની શક્યતા
  2. ગુરુના ચંદ્રો ઓરોરાને કેવી રીતે અસર કરે છે ? JWSTના નવા અવલોકમાં અનોખો ખુલાસો
  3. PS Plus માટે માર્ચમાં નવી ગેમ્સ !
  4. Motorola Edge 70 Fusion+ રજૂ , 144Hz AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા
  5. ઓનલાઇન કૌભાંડ સામે Metaનો મોટો પગલું : WhatsApp, Facebook અને Messengerમાં નવી સુરક્ષા ચેતવણીઓ લોન્ચ
  6. 200MP Leica કેમેરા અને 16GB RAM સાથે Xiaomi 17 Ultra ભારતમાં રજૂ
  7. 7,200mAh બેટરી અને Media Tek Dimensity ચિપ સાથે Vivo Y51 Pro 5G ભારતમાં લોન્ચ
  8. DxOMark કેમેરા રેન્કિંગમાં iPhone 17 Pro આગળ , Samsung Galaxy S26 બીજા નંબરે
  9. OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો
  10. OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ : જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »