Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં

Nothing Phone 4a એ 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 4 ચિપસેટ દ્રારા સંચાલિત છે જયારે Phone 4a Pro સ્નેપડ્રેગન 7s Gen 4 SoC સંચાલિત છે .

Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં

Photo Credit: Gadget 360

Nothing Phone 4a Pro માં Glyph મેટ્રિક્સ ઇન્ટરફેસ છે જેમાં 137 મીની એલઇડી છે .

હાઇલાઇટ્સ
  • Nothing Phone 4aમાં આ Glyph Bar ઇન્ટરફેસ
  • સ્માર્ટફોન Flipkart , Reliance Digital, Vijay Sales, Croma જેવા રિટેલ સ્
  • બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5400mAh બેટરી મળશે
જાહેરાત

Nothing કંપનીએ ભારતમાં તેના નવા Nothing Phone 4a અને Phone 4a Pro સ્માર્ટફોન વેચાણ માટે ઉપલબ્ધ કર્યા છે . આ બંને મોડેલ મિડ-રેન્જ સેગમેન્ટમાં કંપનીના લાઇનઅપને વધુ મજબૂત બનાવે છે . નવા સ્માર્ટફોનમાં અપગ્રેડેડ AMOLED ડિસ્પ્લે , Snapdragon 7 સિરીઝ પ્રોસેસર અને નવી Glyph  લાઇટિંગ ઇન્ટરફેસ જેવી ખાસિયતો આપવામાં આવી છે . Nothing Phone 4aમાં આ Glyph  Bar  ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે જયારે  Phone 4a Pro માં એડવાન્સ Glyph Matrix સિસ્ટમ મળશે .આ બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5400mAh બેટરી મળશે .

Nothing Phone 4a અને  Phone 4a Pro : કિંમત અને ઉપલબ્ધતા 
ભારતમાં Nothing Phone 4a ના 8GB +128GB  વેરિઅન્ટની કિંમત લગભગ રૂપિયા 31,999 છે જયારે 8GB +256GB મોડેલની કિંમત રૂપિયા 37,999 છે  .Nothing Phone 4a Proની શરૂઆતની  કિંમત રૂપિયા 39,999 છે . આ મોડેલમાં 8GB +256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 42,999 અને  12GB +256GB મોડેલની કિંમત રૂપિયા 45,999 છે .

કલરની વાત કરીએ તો આ Phone 4a  કાળો , સફેદ , વાદળી અને ગુલાબી રંગમાં જ ઉપલબ્ધ રહેશે જયારે Phone 4a Pro  કાળો , ચાંદી અને ગુલાબી કલરમાં મળશે .

હાલમાં આ સ્માર્ટફોન Flipkart , Reliance  Digital, Vijay Sales, Croma જેવા રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ છે . લોન્ચ ઑફર્સ હેઠળ ગ્રાહકોને Phone 4a પર રૂપિયા  3,000 સુધીનું અને Phone 4a Pro  પર રૂપિયા 4,000 સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મળશે . પાછુ એક્સચેન્જ ઓફર અને EMI ઑફર્સ તો ખરી જ .

Latest and Breaking News on NDTV

ડિસ્પ્લે 
Nothing Phone 4a માં 6.78 ઇંચ LTPS AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે .જયારે  Phone 4a Pro માં 6.83 ઇંચ 1.5K  AMOLED ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ અને 5,000 nits બ્રાઇટનેસ સાથે આવશે .

પ્રોસેસરની વાત કરીએ તો Phone 4a માં Snapdragon 7s Gen 4 ચિપસેટ છે , જયારે Phone 4a Pro માં Snapdragon 7s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું  છે . આ બંને ફોનમાં 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ મળે છે .

કેમેરા અને બેટરી :
 આ બંને સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . Phone 4aમાં 50MP મુખ્ય કેમેરા , 50MP પેરિસ્કોપ ટેલિફોટો અને 8MP અલ્ટ્રાવાઇડ  કેમેરા છે , જયારે Phone 4a Pro માં 50MP Sony પ્રાઈમરી કેમેરા , 50MP  ટેલિફોટો અને  8MP અલ્ટ્રાવાઇડ  કેમેરા આપવામાં આવ્યા છે . બંને ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા અને 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોનમાં 5,400mAh બેટરી આપવામાં આવી છે જે 50W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે  છે .  કંપનીના દાવા અનુસાર આ Phone 4a લગભગ 64 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઇ શકે છે .

આ બંને ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે Phone 4aને IP64 અને Phone 4a Pro ને IP65 રેટિંગ મળ્યું છે , જે ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »