Samsung Galaxy M17e 5G લોન્ચ પહેલા કિંમત લીક

સેમસંગે પહેલા જ ખુલાસો કર્યો હતો કે ગેલેક્સી M17e 5G માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની HD+સ્ક્રીન મળશે

Samsung Galaxy M17e 5G લોન્ચ પહેલા કિંમત લીક

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી M17e 5G Blitz Blue અને Vibe Violet કલર વિકપલ્પમાં આવશે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં Blitz Blue અને Vibe violet રંગ વિકલ્પોમાં
  • Android 16 આધારિત One UI 8 સાથે
  • કેમેરા 50MP પ્રાથમિક સેન્સર અને 2MP ડેપ્થ કેમેરા
જાહેરાત

સેમસંગ કંપની આ મહિનાના અંતમાં ભારતમાં Samsung Galaxy M17e 5G  લોન્ચ કરવા જઈ રહી છે .એક નવા લીકમાં આ સ્માર્ટફોનને સત્તાવાર લોન્ચ પહેલા તેની સંભવિત  કિંમત સામે આવી છે .કંપનીએ પહેલેથી જ ફોનના કેટલાક મહત્વપૂર્ણ સ્પેસિફિકેશન જાહેર કર્યા છે . આ નવા હેન્ડસેટમાં મોટો ડિસ્પ્લે ,  શક્તિશાળી ચિપસેટ અને લાંબા સમય સુધી  સોફ્ટવેર સપોર્ટ મળવાની શક્યતા છે . સાથે જ તેમાં AI આધારિત ફીચર્સને પણ સ્થાન મળ્યો છે . કંપનીએ પુષ્ટિ કરી છે કે આ ફોન 17 માર્ચે ભારતમાં Blitz Blue અને Vibe violet રંગ વિકલ્પોમાં રજૂ થશે . આ સ્માર્ટફોન ઈ- કોર્મસ પ્લેટફોર્મ Amazon પર વેચાણ માટે ઉપલબ્ધ  રહેશે  અને તેના માટે માઈક્રોસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે .

Samsung Galaxy M 17e 5G ની કિંમત :
સંજુ ચૌધરી જે X ટિપસ્ટર હતા , તેમને દાવો કર્યો છે કે Galaxy M17 e  5G ભારતમાં લગભગ રૂપિયા 13,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થઇ શકે છે . કંપનીએ RAM અને સ્ટોરેજના કેટલા વિકલ્પ મળશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી , પરંતુ લોન્ચ નજીક આવતા વધુ વિગતો સામે આવી શકે છે .

Samsung Galaxy M 17e 5G  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Samsung Galaxy M 17e 5G માં 6.7 ઈંચનું HD+ ડિસ્પ્લે મળશે , જેમાં 120Hz  રિફ્રેશ રેટનો સપોર્ટ મળશે .આ સ્માર્ટફોન  Media Tek Dimensity 6300 5G ચિપસેટ પર ચાલશે અને તેમાં ARM Mali-G57 GPU મળશે . વાત કરીએ સોફ્ટવેરની તો આ ફોન Android 16 આધારિત One UI 8 સાથે આવશે . કંપની મુજબ આ ડિવાઇસને છ  પેઢીના Android અપડેટ્સ અને છ વર્ષ સુધીના સુરક્ષા અપડેટ્સ મળશે . આ ઉપરાંત તેમાં Now Bar, Live Notification, Google Gemini AI અને Circle to Search જેવી સુવિધાઓ પણ મળશે .

આ ફોનમાં કેમેરા 50MP પ્રાથમિક સેન્સર અને 2MP ડેપ્થ કેમેરા આપવામાં આવશે , જયારે સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરા મળશે . ફોનમાં 6000mAh બેટરી હશે , જે 26 કલાક સુધી વિડીયો પ્લેબેકને સપોર્ટ કરી શકે છે .

Samsung Galaxy M 17e 5G ની ડિઝાઇનમાં 8.2mm જાડાઈ હશે . ફોનમાં ગ્લાસ ફાઈબર રિઇન્ફોર્સ્ડ પોલિમર (GFRP )બેક પેનલ આપવામાં આવશે અને  ધૂળ તથા પાણીના છાંટા સામે IP54 રેટિંગ પણ મળશે .
 

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »