ખગોળશાસ્ત્રીઓએ હબલ અને યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપના અવલોકનને જોડીને Cat's Eye Nebulaની એક આકર્ષક ઇમેજ બહાર પાડી છે .
Photo Credit: NASA
હબલ અને યુક્લિડએ 4,400 પ્રકાશ વર્ષ દૂર Cat's Eye Nebulaની જટિલતા ને જાહેર કર્યો છે
NASA ના હબલ સ્પેસ ટેલિસ્કોપ અને ESA ના યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપે મળીને સહયોગથી Cat's Eye Nebula (NGC 6543) ની એક ઇમેજ તૈયાર કરી છે . જે નવી અને સ્પષ્ટ રીતે દેખાય છે . આ નેબ્યુલા પૃથ્વીની કક્ષાથી લગભગ 4,300 થી 4,400 પ્રકાશ વર્ષ દૂર સ્થિત ડ્રેકો તારામંડળમાં છે . તે એક મરતા તારામાંથી બહાર આવેલા ગેસના સ્તરો અને રંગીન રિંગ્સથી બનેલી છે . આ છબીમાં નેબ્યુલાના ગેસના સ્તરો , રંગીન રિંગ્સ અને કેન્દ્રીય તારાની આસપાસ જેટ્સ જેવી મહત્વપૂર્ણ રચનાઓ સ્પષ્ટ રીતે જોવા મળે છે .ખગોળશાસ્ત્રીઓએ હબલ અને યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપના અવલોકનને જોડીને Cat's Eye Nebulaની એક આકર્ષક ઇમેજ બહાર પાડી છે .
NASA ના બ્લોગ મુજબ , બંને ટેલિસ્કોપે તેમના અવલોકનને જોડીને આ નેબ્યુલાને ખૂબ જ સારી રીતે કેદ કર્યો છે . યુક્લિડ ટેલિસ્કોપ મુખ્યત્વે દૂરના બ્રહ્માંડ નો અભ્યાસ કરવા માટે બનાવાયો છે પરંતુ તે નજીકની આકાશગંગાના પદાર્થોને પણ કેદ કરી શકે છે , જેવી કે Cat's Eye Nebulaની ઇમેજ પણ કેદ કરી છે .
યુક્લિડના વિશાળ દ્રશ્યમાં નેબ્યુલાની આસપાસના ગેસના રંગીન છાપ , ફિલામેન્ટ્સ અને બહારના રિંગ્સ જોવા મળે છે . આ સાથે દૂરના ગેલેક્સીઓની પુષ્ટિભૂમિ પણ સ્પષ્ટ દેખાય છે . બીજી તરફ, હબલ ટેલિસ્કોપે નેબ્યુલાના કેન્દ્રના ભાગને હાઈ રિઝોલ્યુશનમાં કેપ્ચર કર્યો છે .
નેબ્યુલાની રચના વિશે માહિતી
હબલ દ્રારા લેવામાં આવેલી નજીકની છબીમાં ગેસના જટિલ સ્તરો , ગેસથી બનેલી નાની મોટી ગાંઠો અને ઝડપથી બહાર નીકળતા જેટ્સ જોવા મળે છે . વૈજ્ઞાનિકોનો માનવું છે કે આ તારાના અંતિમ વિસ્ફોટોના નિશાન છે .
યુક્લિડની ઇમેજમાં નેબ્યુલાના બહારના ભાગમાં એક ઝાંખું ગેસનો રિંગ પણ જોવા મળે છે ., જે આ તારાના અગાઉના વિસ્ફોટથી બન્યું હોઈ શકે છે . હબલ અને યુક્લિડના ડેટાને જોડીને વૈજ્ઞાનિકો તારાના છેલ્લા કેટલાક સદીના વિકાસ અને ગેસના નુકસાનનો અભ્યાસ કરે છે .
જાહેરાત
જાહેરાત
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands