OnePlus 15 અને OnePlus Ace 6 આજે ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ રહ્યો છે ત્યારે લોન્ચના થોડા કલાકો પહેલા જ તેની કિંમત લીક થઈ ગઈ છે.
Photo Credit: OnePlus
OnePlus 15 Snapdragon 8 Elite Gen 5 સાથે આવશે, શક્તિશાળી પ્રદર્શન અને ઝડપી પ્રોસેસિંગ આપશે
OnePlus 15 અને OnePlus Ace 6 આજે ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ રહ્યો છે ત્યારે લોન્ચના થોડા કલાકો પહેલા જ તેની કિંમત લીક થઈ ગઈ છે. OnePlus ની રાહ જોઈ રહેલા ગ્રાહકોની તેના લોન્ચ પર નજર હતી. પરંતુ તે અગાઉ જ તેની કિંમત જાહેર થઈ ગઈ છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવશે. ચાર રેમ અને સ્ટોરેજના વિકલ્પમાં મળશે. તેનું ટોપ એન્ડ મોડેલ 16GB રેમ અને 1TB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવશે. આ સાથે જ લોન્ચ થનારા OnePlus Ace 6માં 16GB સુધી RAM અને 512GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ આવશે.OnePlus 15, OnePlus Ace 6 ની અંદાજિત કિંમત,OnePlus 15 અને OnePlus Ace 6 ની કિંમત ચીની માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર લીક થઈ હતી. OnePlus 15માં 16GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત CNY 4,299 (આશરે રૂ. 53,100), 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે કિંમત CNY 4,899 (આશરે રૂ. 60,600) તેમજ 16GB + 1TB રેમ અને સ્ટોરેજ દ્રાવતો ફોન અંદાજે CNY 5,399 (આશરે રૂ. 66,700) માં મળશે.
OnePlus Ace 6, 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે CNY 3,099 (આશરે રૂ. 38,300) અને 16GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતો ફોન CNY 3,399 (આશરે રૂ. 42,000) માં મળશે.
આ બંને ફોન 12GB રેમ અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે પણ વેચાણમાં આવે તેવી ધરણા છે. જો કે, તેના ભાવ અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી.
OnePlus 15 આજે ચીનમાં સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાંજના 4:30 વાગ્યે) OnePlus Ace 6 ની સાથે લોન્ચ થશે. લોન્ચ ઇવેન્ટ શરૂ થયા પછી કિંમત અને અન્ય માહિતી સત્તાવાર રીતે મળશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, One plus ના આ લોન્ચ થઈ રહેલા ફોનની કિંમત અંગે અગાઉ પણ અટકળો વહેતી થઈ હતી જેમાં તેની કિંમત વધુ દર્શાવી હતી. અગાઉ, ટિપસ્ટર Arsène Lupin (@MysteryLupin) એ દાવો કર્યો હતો કે OnePlus 15ના 16GB રેમ અને 512GB સ્ટોરેજવાળા ફોનની કિંમત GBP 949 (આશરે રૂ. 1,11,000) હશે. બીજી તરફ, અન્ય એક અહેવાલ પ્રમાણે OnePlus 15નું બેઝ વેરિઅન્ટ ભારતમાં રૂ. 70,000 થી રૂ. 75,000 ની વચ્ચે લોન્ચ થઈ શકે છે.
જાહેરાત
જાહેરાત
Cat Adventure Game Stray is Reportedly Coming to PS Plus Essential in November