Oppo Reno 15 Series 5G વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. નવેમ્બરમાં જ આ સિરીઝ ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ સ્માર્ટફોન ભારતમાં પણ લોન્ચ કરાશે તેમ જણાવ્યું છે.
પીપીઓએ એક્સ પર રેનો 15 સિરીઝ 5G મોડેલોમાંથી એકના વાદળી અને સફેદ રંગને ટીઝ કર્યું
Oppo Reno 15 Series 5G વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. નવેમ્બરમાં જ આ સિરીઝ ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ સ્માર્ટફોન ભારતમાં પણ લોન્ચ કરાશે તેમ જણાવ્યું છે. સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરાયેલ ટીઝર વિડીયો, લાઇટ બ્લુ અને વ્હાઇટ કલરમાં આગામી મોડેલોમાંથી એકની ઝલક આપે છે. દેશમાં Oppo Reno 15 Series 5G હેઠળ ચાર મોડલ્સ લોન્ચ થવાની ધારણા છે. ઓપ્પોએ X પરની એક પોસ્ટમાં"ટૂંક સમયમાં આવી રહ્યું છે" કેપ્શન આપી ભારતમાં પણ રેનો 15 સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જો કે, હજુ ક્યારે લોન્ચ કરાશે તેની વિગતો સામે આવી નથી. ટીઝરમાં ઓપ્પો રેનો 15 સિરીઝ 5G નો એક સ્માર્ટફોન બ્લુ અને વ્હાઇટ કલરમાં દર્શાવાયો છે. બ્લુ રંગના વિકલ્પમાં ગ્રેડિયન્ટ અસર હોય તેવું લાગે છે જે ઓરોરા (ઉત્તરીય લાઇટ્સ) ની કુદરતી ઘટના જેવી લાગે છે. જ્યારે અન્ય ફોન ગ્લેશિયર વ્હાઇટ કલરમાં પાછળના પેનલ પર રિબન જેવી ડિઝાઇન જોઇ શકાય છે. અગાઉના અહેવાલ મુજબ, આ સ્માર્ટફોન નવો Reno 15 pro mini હોઈ શકે છે.
બંને મોડેલોમાં ફરીથી ડિઝાઇન કરાયેલ કેમેરા આઇલેન્ડ છે, જેમાં લેન્સ પ્લેસમેન્ટ ભૂતકાળના પ્રો આઇફોન મોડેલ્સ જેવું લાગે છે. ડેકોમાં ત્રણ અલગ અલગ લેન્સ રિંગ્સ અને LED ફ્લેશ હોય તેવું લાગે છે.
ટિપસ્ટર પારસ ગુગલાની (@passionategeekz) ના જણાવ્યા મુજબ, ભારતમાં આગામી ઓપ્પો રેનો 15 સિરીઝ 5G માં Reno 15, Reno 15 pro , Reno 15c અને Reno 15 pro mini એમ ચાર મોડેલ્સ લોન્ચ કરાશે.
ઉપરોક્ત બધા હેન્ડસેટ AI પોટ્રેટ કેમેરા સાથે આવવાની શક્યતા છે. Reno 15 pro mini વેરિઅન્ટમાં 200-મેગાપિક્સલ સેન્સર આવી શકે છે. જ્યારે બેઝ મોડેલ Oppo Reno 15 માં 120x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હશે. જેની કિંમત રૂ. 50,000 થી ઓછી હશે. Reno 15cમાં 7,000mAh બેટરી હશે અને તેની કિંમત રૂ. 40,000 થઈ ઓછી હશે. જ્યારે Oppo Reno 15 Pro માં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ શામેલ હોઈ શકે છે. Oppo Reno 15 માં 6.32 ઇંચની AMOLED ડિસ્પ્લે અને તેનો રિફ્રેશ રેટ 120 Hz હશે. તેમજ તે Android v16 પર ચાલશે. આ સાથે જ તેમાં Mediatek Dimensity 8450 પ્રોસેસર હોઈ શકે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report