OpenAI એ ChatGPT માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ
OpenAI એ ChatGPT માં નવા પર્સનલ ફાઇનાન્સ અનુભવનું પ્રિવ્યુ રજૂ કર્યું છે , જે યુઝર્સને તેમના બેંક અને અન્ય નાણાકીય એકાઉન્ટ્સ સાથે ChatGPT કનેક્ટ કરવાની સુવિધા આપે છે . આ ફીચર દ્રારા ખર્ચ , બચત , રોકાણ અને બિલ્સનું રિયલ - ટાઈમ ડેશબોર્ડ મળશે , સાથે જ AI આધારિત નાણાકીય સલાહ અને આયોજન પણ કરી શકાશે . હાલમાં આ સુવિધા અમેરિકાના Pro સબ્સ્ક્રાઇબર્સ માટે મર્યાદિત રીતે ઉપલબ્ધ છે .