Gemini 2.5 Pro AI મોડેલ ભાષા સાથે માનવની લાગણીઓને પણ સમજી પ્રતિસાદ આપશે

મરીનરનું કમ્પ્યુટર યુઝ એજન્ટિક ફંક્શન પણ API અને Vertex AI ઉમેરાશે.

Gemini 2.5 Pro AI મોડેલ ભાષા સાથે માનવની લાગણીઓને પણ સમજી પ્રતિસાદ આપશે

Photo Credit: Google

માઉન્ટેન વ્યૂ ના અપડેટ્સ સાથે લોન્ચ થશે નવુ AI Gemini 2.5 Pro

હાઇલાઇટ્સ
  • વધુ ઊંડા પ્રમાણમાં વિચારી શકવાની કાર્યક્ષમતા સાથે આવશે આ નવું AI
  • પ્રોએક્ટિવ ઑડિઓ સાથે લોન્ચ થશે Gemini 2.5 Pro
  • માઉન્ટેન વ્યૂ માટે સ્થિત ટેક જાયન્ટ ડીપ થિન્ક નામનો મોડ થશે એડ
જાહેરાત

આ મંગળવારના રોજ ગૂગલ દ્વારા I/O 2025માં જેમિની ફેમિલી ઓફ AI મોડેલસ માટે સારી એવી સુવિધાઓ બહાર પાડવામાં આવી છે જેમાં માઉન્ટેન વ્યૂ માટે સ્થિત ટેક જાયન્ટ ડીપ થિન્ક નામનો મોડ રજૂ કરવામાં આવ્યો અને બીજો નેટિવ ઓડિયો આઉટપુટ જે કુદરતી તેમજ માનવ જેવું ભાષણ રજૂ કરશે એ સાથે જ લાઈવ એપ્સ દ્વારા પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એટલે કે API દ્વારા રજૂ કરવામાં આવશે.ગુગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ મૉડલ માં તે તેનું ડીપ થિન્ક મોડ એટલે કે વધુ ઊંડા પ્રમાણમાં વિચારી શકવાની કાર્યક્ષમતાને એ વિકસાવી થયું છે સાથે જૂના મોડલના વિચાર કરવાની તુલનામાં તે અલગ તકનીક વાપરે છે એ સાથે ટેક જાયન્ટ દ્વારા વિવિધ બેંચમર્ક સ્કોર સેટ કરવામાં આવ્યા છે જેમાં Gemini 2.5 Pro Deep Think એ 2025 UAMO પર 49.4 ટકા સ્કોર કરવાની ચેલેન્જ આપી છે જે ઘણું મુશ્કેલ છે પણ તે LiveCodeBench v6 અને MMMU પર તે ચેલેન્જિંગ સ્કોર કરે છે.

LMArena લીડરબોર્ડ માં મુકેલ માહિતી પરથી જાણવા મળે છે કે આ જેમિની 2.5 પ્રો રેન્ક ટોચ પર છે એ સાથે ટેક જાયન્ટ દ્વારા હમણાં થોડા સમય પહેલા મુકેલ પોસ્ટમાં જણાવે છે કે જેમિની 2.5 AI મોડેલ શ્રેણીમાં મોકલેલ બધી સુવિધાઓ વિશે ટુંકમાં તેમજ સફળ ભાષામાં જણાવે છે આ મહિનાની શરૂઆતમાં ગૂગલ દ્વારા નવું અપડેટેડ વર્ઝન એટલે કે જેમિની 2.5 લોન્ચ કરવામાં આવ્યું જેમાં તે લીડરબોર્ડના ઉચ્ચ સ્તર પર જોવા મળે છે.

નવો નેટિવ ઑડિઓ આઉટપુટ મોડ વધુ અભિવ્યક્ત અને માનવ જેવી રીતે ભાષણ જનરેટ કરી શકશે. ગૂગલ તેને વધુ સ્પષ્ટ કરતા જણાવે છે કે તેમાં સ્વર, ઉચ્ચારણ અને ભાષણની શૈલીને નિયંત્રિત કરવાની મંજૂરી આપશે એ સાથે અન્ય
ત્રણ સુવિધાઓ છે. જેમાં પહેલા તો એફેક્ટિવ ડાયલોગ મળશે એ સાથે મોડેલ વપરાશકર્તાના અવાજમાં લાગણીઓ શોધી તે મુજબ યોગ્ય પ્રતિસાદ આપશે બીજું જોવા જઈએ તો તેમાં પ્રોએક્ટિવ ઑડિઓ જોવા મળશે જે મોડેલને પૃષ્ઠભૂમિ વાતચીતોને અવગણવા તેમજ તેને યોગ્ય જવાબ આપવા સક્ષમ બનાવાશે.

આ મોડલના ડીપ થિન્ક માટેના નિરીક્ષણ બાદ ગૂગલ જણાવે છે કે તે સલામતી આપશે તેમજ નિષ્ણાતો પાસેથી સારું ઇનપુટ પણ મળી થયું છે એ સાથે આનાથી ઘણા એવા વિશ્વાસનીય પરીક્ષકો પણ મળી રહ્યા છે. આની લોન્ચિંગ તારીખ હજુ સુધી બહાર પાડવામાં આવેલ નથી. એ સાથે તેનું નવું લોન્ચિંગ હાલમાં ગૂગલ સ્ટુડિયોમાં પૂર્વ અવલોકન માટે મૂકવામાં આવે છે જેમાં એન્ટરપ્રાઇઝ તેને Vertex AI પ્લેટફોર્મ પર તેને ટૂંક સમયમાં લોન્ચ કરશે.

આવતા અઠવાડિયે વિકાસકર્તાઓ જેમિની 2.5 Pro નો ઉપયોગ કરી શકશે એ સાથે મરીનરનું કમ્પ્યુટર યુઝ એજન્ટિક ફંક્શન પણ API અને Vertex AI પણ ઉમેરવામાં આવશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ 12 વાગે રજુ કરાશે
  2. Vi વધુ 23 શહેરોમાં 5G સેવાઓનું વિસ્તરણ કરશે. તાજેતરમાં જ કંપનીએ બેંગલુરુમાં તેની 5G નેટવર્ક સેવાઓની શરૂઆત કરી હતી
  3. iQOO 13 ભારતીય બજારમાં નવો ગ્રીન કલર રજુ કરશે
  4. AI+ Nova 5G, Pulse સ્માર્ટ ફોન ભારતમાં 8 જુલાઈએ લોન્ચ થવાના છે
  5. વોડાફોન આઈડિયા દ્વારા નવો મેક્સ ફેમિલી પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જેમાં, નેટફ્લિક્સના સબ્સ્ક્રિપશનનો પણ સમાવેશ થાય છે
  6. Tecno Pova 7 5G seriesનાં હેન્ડસેટ ભારતમાં 4 જુલાઈએ લોન્ચ કરવામાં આવી રહયા છે આ હેન્ડસેટના ઓછામાં ઓછા ચાર મોડેલમાં રજુ કરાશે
  7. પોકો F7 5G ફોન ભારતમાં લોન્ચ થયો છે
  8. Samsung Galaxy Unpacked 2025 Event 9 જુલાઈએ નિર્ધારિત કરવામાં આવ્યો છે
  9. ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે
  10. Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »