Xiaomi Pad 8 ટૂંક સમયમાં વૈશ્વિક ધોરણે લોન્ચ થઈ શકે છે. ટેબ્લેટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન હવે બેન્ચમાર્ક ડેટાબેઝ પર દેખાયું છે. નવી ગીકબેન્ચ સૂચિ સૂચવે છે કે વૈશ્વિક લોન્ચિંગ ખૂબ દૂર નથી. ટેબ્લેટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન હવે બેન્ચમાર્ક ડેટાબેઝ પર દેખાયું છે.
Photo Credit: Xiaomi
Xiaomi Pad 8 Pro 9,200mAh બેટરી દ્વારા સમર્થિત છે
Xiaomi Pad 8 ટૂંક સમયમાં વૈશ્વિક ધોરણે લોન્ચ થઈ શકે છે. ટેબ્લેટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન હવે બેન્ચમાર્ક ડેટાબેઝ પર દેખાયું છે. નવી ગીકબેન્ચ સૂચિ સૂચવે છે કે વૈશ્વિક લોન્ચિંગ ખૂબ દૂર નથી. ટેબ્લેટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન હવે બેન્ચમાર્ક ડેટાબેઝ પર દેખાયું છે.
આ અગાઉ Xiaomi Pad 8 pro પણ ગીકબેન્ચ પર દેખાયો હતો, અને બંને લિસ્ટિંગ એકસાથે આવી રહ્યાં છે ત્યારે લાગે છે કે, Xiaomi તેની સમગ્ર Pad 8 લાઇનઅપને વધુ બજારોમાં લાવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી, આ શ્રેણી ફક્ત ચીનમાં જ ઉપલબ્ધ છે, જ્યાં તે સપ્ટેમ્બર 2025 માં Xiaomi 17 સીરિઝ સાથે લોન્ચ કરવામાં આવી હતી.
2 × 2.02GHz
2 × 2.8GHz
3 × 3.01GHz
1 × 3.21GHz
આ લેઆઉટ ચાઇનીઝ વેરિઅન્ટ સાથે બરાબર મેળ ખાય છે, જે દર્શાવે છે કે, તેમાં સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ છે. ટેસ્ટ યુનિટ 8GB RAM સાથે સૂચિબદ્ધ છે.
પરફોર્મન્સનાં આંકડા સારા છે. ટેબ્લેટ સિંગલ-કોર ટેસ્ટમાં 2,000 થી વધુ પોઈન્ટ અને મલ્ટી-કોરમાં લગભગ 6,100 પોઈન્ટ મેળવે છે. આ તેને સ્નેપડ્રેગન 7+ Gen 3-સંચાલિત Xiaomi Pad 7 કરતા આરામથી આગળ રાખે છે, જેણે સિંગલ- અને મલ્ટી-કોર પરીક્ષણોમાં અનુક્રમે 1,877 અને 5,106 પોઈન્ટ મેળવ્યા હતા.
તેમાં, સોફ્ટવેર વર્ઝન એન્ડ્રોઇડ 16 તરીકે સૂચિબદ્ધ છે, જેનો અર્થ એ થાય કે તે Xiaomi ના નવા HyperOS પર ચાલશે. તેનું ચાઇનીઝ વર્ઝન જોઈએ તો Pad 8 માં 11.2-ઇંચનું LCD પેનલ હોવું જોઈએ જેમાં 144Hz રિફ્રેશ રેટ, મોટી 9,200mAh બેટરી અને 45W વાયર્ડ ચાર્જિંગ હશે.
ટિપસ્ટર અભિષેક યાદવે સૂચવ્યું છે કે Xiaomi માર્ચ 2026 ની શરૂઆતમાં, સંભવતઃ MWC ના સમયની આસપાસ, વૈશ્વિક સ્તરે Pad 8 શ્રેણી લોન્ચ કરી શકે છે. ગીકબેન્ચ દ્વારા હાલમાં કોઈ માહિતી મળતી નથી પણ એક વાતની પુષ્ટિ કરે છે Xiaomi Pad 8 હવે ફક્ત ચીનમાં જ નહીં પરંતુ વૈશ્વિક ધોરણે નજીકના ભવિષ્યમાં મળતું થશે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report