ગૂગલે સોમવારે નોટબુકએલએમ માટે નવા ફિચરની જાહેરાત કરી છે જેથી વપરાશકર્તાઓ જટિલ વિષયોને વધુ સારી રીતે સમજી શકે.
Photo Credit: Google
વીડિયો ઓવરવ્યૂઝમાં નવું ફીચર આગામી અઠવાડિયે તમામ પ્રો વપરાશકર્તાઓ માટે રિલીઝ થશે
ગૂગલે સોમવારે નોટબુકએલએમ માટે નવા ફિચરની જાહેરાત કરી છે જેથી વપરાશકર્તાઓ જટિલ વિષયોને વધુ સારી રીતે સમજી શકે. કંપની તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ઇમેજ મોડેલ નેનો બનાનાને વીડિયો ઓવરવ્યુમાં લાવી રહી છે, તેની જનરેશન સ્પીડ, એલિમેન્ટ-આધારિત એડિટિંગ અને સુસંગત પાત્રોનો ઉપયોગ કરી રહી છે. વિડીયો ઓવરવ્યુમાં નવી સુવિધાઓ આ અઠવાડિયે પ્રો વપરાશકર્તાઓ માટે બધી સપોર્ટેડ ભાષાઓમાં રોલઆઉટ થવાનું શરૂ થશે.કંપનીના જણાવ્યા અનુસાર, વિડિઓ ઓવરવ્યુમાં છ નવી વિઝ્યુઅલ સ્ટાઇલ આપવામાં આવી છે, જેમાં, એનાઇમ, હેરિટેજ, પેપરક્રાફ્ટ, રેટ્રો પ્રિન્ટ, વોટરકલર અને વ્હાઇટબોર્ડ છે. આ સાથે, ગૂગલ એઆઈ સુવિધા સાથે ઊંડાણપૂર્વક સારાંશ બનાવવા માટે બે નવા ફોર્મેટ પણ રજૂ કરી રહ્યું છે.
ગુગલના મતે, વિડિઓ ઓવરવ્યુ કંપનીના માલિકીના AI મોડેલ્સનો ઉપયોગ કરીને, સરળતાથી સમજણ માટે નોટ્સ અને દસ્તાવેજોને વર્ણનાત્મક વીડિયોમાં ફેરવશે.
વીડિયો ઓવરવ્યૂ બનાવતી વખતે, વપરાશકર્તાઓ વિઝ્યુઅલ શૈલી, ફોર્મેટ અને ભાષા જેવી બાબતોને કસ્ટમાઇઝ કરી શકે છે. આ અપડેટ વપરાશકર્તાઓને વીડિયો ઓવરવ્યુ કેવી દેખાય છે અને કેવી રીતે અનુભવાય છે તેના માટે વધુ વિકલ્પો પ્રદાન કરશે.
હવે, તે AI સુવિધામાં જેમિનીનું ઇમેજ જનરેશન મોડેલ, જેને જેમિની 2.5 ફ્લેશ ઇમેજ, જેને નેનો બનાના તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉમેરી રહ્યું છે.
ગુગલે અગાઉ દાવો કર્યો હતો કે આ AI મોડેલ ઇમેજ જનરેશનમાં અત્યાધુનિક (SOTA) ગતિ અને ગુણવત્તા પ્રદાન કરે છે. તે ઇમેજ એડિટ કરતી વખતે તેમાં બદલાવ નહીં કરતા માત્ર તેમાં, ટી-શર્ટનો રંગ બદલવો અથવા ફ્રેમમાંની વ્યક્તિ પર ટોપી પહેરાવવી વગેરે. આ ઉપરાંત તેમાં કન્ટેન્ટ જનરેટ કરવા બે નવા ફોર્મેટ ઉમેરાયા છે જેમાં, એક્સપ્લેનર અને બ્રીફનો સમાવેશ થાય છે.
સૌ પ્રથમ, તમે જે દસ્તાવેજો, નોટ્સ અથવા વેબલિંકનો ઉપયોગ કરવા માંગો છો તેને નોટબુકએલએમમાં અપલોડ કરો. પછી "વીડિયો ઓવરવ્યૂ" બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમે વીડિયોની ભાષા, ફોર્મેટ અને વિઝ્યુઅલ સ્ટાઇલ વિકલ્પ કરી શકો છો. Googleનું AI તમારા સોર્સનું વિશ્લેષણ કરશે અને એક સાક્ષિપ્ત વિડિયો બનાવશે. આમ, નાનો બનાના અને નોટબુકએલએમ માહિતીને વીડિયો ફોર્મેટમાં સરળતાથી અને આકર્ષક રીતે રજૂ કરવાનું શક્ય બનાવે છે.
જાહેરાત
જાહેરાત