iQOO 13 ભારતમાં ભાવ અને લૉન્ચ ટાઇમલાઇન લીક
iQOO 13 નું લોન્ચ ડિસેમ્બર 2024માં ભારતમાં થવાનું છે, અને આ સ્માર્ટફોન માટે ઉત્સાહ હાલથી જ વધી રહ્યો છે. Snapdragon 8 Gen 4 SoC, 6.7-ઇંચ 2K AMOLED ડિસ્પ્લે અને 144Hz રિફ્રેશ રેટ સાથે, આ સ્માર્ટફોન તેના હાઇ-એન્ડ ફીચર્સ માટે ઓળખાશે. 50MP પ્રાયમરી કેમેરા, 50MP અલ્ટ્રાવાઇડ અને 50MP 2x ટેલીફોટો કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપની અપેક્ષા છે. 6,150mAh બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આ સ્માર્ટફોનને વધુ પાવરફુલ બનાવે છે. આ સ્માર્ટફોન IP68 રેટિંગ સાથે આવે છે, એટલે કે ધૂળ અને પાણી પ્રતિકારમાં પણ મજબૂત રહેશે