Photo Credit: Realme
Realme GT 7 Pro (ચિત્રમાં) 6,500mAh બેટરી પેક કરે છે
રિયલમીના GT સીરિઝના નવા ફોન અંગે ચર્ચા ફરી ઝડપ પકડી રહી છે. હાલમાં લીક થયેલી વિગતો મુજબ, રિયલમી GT 7 અને GT 8 પ્રો ના કેટલીક મહત્વની વિશેષતાઓ સામે આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે રિયલમી GT 7 એપ્રિલમાં ચાઈના બજારમાં લોન્ચ થઈ શકે છે. કંપની તરફથી સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી, પણ ટેક કોમ્યુનિટી અને ટિપસ્ટર્સે કેટલાક રોમાંચક ફીચર્સ જાહેર કર્યા છે, જે પહેલા કરતા વધારે શક્તિશાળી અને બેટરી કેપેસિટી ધરાવતા હોવાનું જાણવા મળે છે.
લીક થયેલા રિપોર્ટ અનુસાર, રિયલમી GT 7માં મીડિયાટેક ડાયમેન્સિટી 9400+ ચિપસેટ આપવામાં આવી શકે છે. આ ફોનમાં 7,000mAh કરતાં મોટી બેટરી હોવાની શક્યતા છે. ટિપસ્ટર દ્વારા ‘7X00mAh' લખવામાં આવ્યું છે, એટલે કે તેની બેટરી ક્ષમતા 7,000mAhથી વધારે હોય શકે. રિયલમી GT 7માં 100W વાઈર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની આશા છે.
ફોનનું ડિઝાઈન પછીલાં મોડેલ રિયલમી GT 6 કરતાં પાતળું અને હળવું રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. GT 6નું વજન 206 ગ્રામ હતું અને 8.43mm થિકનેસ સાથે આવ્યું હતું, જ્યારે GT 7નું વજન અને જાડાઈ બંનેમાં ઘટાડો થવાની ધારણા છે. ડિસ્પ્લે ફ્લેટ હશે, જયારે અગાઉના મોડેલમાં માઈક્રો-કર્વ્ડ સ્ક્રીન આપવામાં આવી હતી.
ટિપસ્ટર દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રિયલમી GT 7નું લોન્ચ ચાઈના માં એપ્રિલ મહિનામાં થવાનું શક્ય છે.
GT 8 પ્રો માટે સૌથી મોટા અહેવાલ મુજબ, તેમાં ક્વોલકૉમનું નવું સ્નેપડ્રેગન 8 Elite 2 ચિપસેટ આપવામાં આવી શકે છે, જે હજી જાહેર થયું નથી. ફોનમાં 7,000mAh બેટરી અને 2K રિઝોલ્યુશન સાથે ફ્લેટ OLED સ્ક્રીન હોવાની સંભાવના છે.
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવશે. કેમેરામાં ખાસ ફીચર તરીકે પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હોય તેવું માનવામાં આવે છે. GT 8 પ્રો અંગે વધુ વિગતો કે લોન્ચ ટાઈમલાઇન વિશે માહિતી હજુ લીક થઈ નથી.
જાહેરાત
જાહેરાત