Nothing કાર્લ પેઈની આગેવાની હેઠળ Nothing Phone 4a અને Phone 4a Proના વિકાસની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં જ તેઓએ ભારત અને વૈશ્વિક બજારોમાં Phone 3a કોમ્યુનિટી એડિશન લોન્ચ કર્યું છે.
Photo Credit: Nothing
હેન્ડસેટ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે બજારમાં ઉપલબ્ધ રહેશે જલ્દી આવશે
Nothing કાર્લ પેઈની આગેવાની હેઠળ Nothing Phone 4a અને Phone 4a Proના વિકાસની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં જ તેઓએ ભારત અને વૈશ્વિક બજારોમાં Phone 3a કોમ્યુનિટી એડિશન લોન્ચ કર્યું છે. તાજેતરના લીક મુજબ, Nothing Phone 4a અને Phone 4a Pro સ્નેપડ્રેગન 7 શ્રેણીના ચિપસેટ્સ દ્વારા સંચાલિત થઈ શકે છે. તે ચાર કલરમાં આવી શકે છે, તેમાંથી ફક્ત એક જ eSIM માટે સપોર્ટ સાથે આવવાની અપેક્ષા છે.
ડેવલપર MlgmXyysd ની ટેલિગ્રામ પરની હાલની પોસ્ટ અનુસાર, Nothing Phone 4a શ્રેણીના બે મોડેલ વિકાસ હેઠળ છે. સ્ટાન્ડર્ડ ફોન 4a માં સ્નેપડ્રેગન 7s શ્રેણીના પ્રોસેસર હોવાની અપેક્ષા છે, જ્યારે Pro વેરિઅન્ટમાં વધુ મજબૂત પ્રદર્શન માટે સ્નેપગ્રેગન 7 સિરીઝની ચિપસેટનો ઉપયોગ થઈ શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલના Nothing 3a અને ફોન 3a પ્રો બંનેને સમાન સ્નેપડ્રેગન 7s Gen 3 SoC સાથે રજૂ કરવામાં આવ્યા છે. લાઇનઅપમાં ઉચ્ચ વેરિઅન્ટ હોવાને કારણે, Nothing Phone 4a Pro માં પણ તેના પુરોગામીની જેમ eSIM સપોર્ટ હોવાનું જાણવા મળે છે.
Nothing Phone 4a સિરીઝમાં ચાર કલર બ્લેક, બ્લુ, પિન્ક તેમજ વ્હાઈટ આવી શકે છે. જોકે ટિપસ્ટરે જાહેર કર્યું નથી કે ચારેય કલર બંને Nothing Phone 4a અને Phone 4a Pro માં મળશે કે નહીં.
Nothing Phone 4a શ્રેણીના બંને હેન્ડસેટ 12GB રેમ અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવશે. સ્ટાન્ડર્ડ ફોન 4a ની કિંમત $475 (આશરે રૂ. 43,000) અને Pro મોડેલની કિંમત $540 (આશરે રૂ. 49,000) હોઈ શકે છે.
અમેરિકામાં Nothing Phone 3a અને Phone 3a Pro ની કિંમત અનુક્રમે $379 (આશરે રૂ. 34,300) અને $459 (આશરે રૂ. 41,500) છે.
ફોન 4a સિરીઝ અંગે ટિપસ્ટરે એવો પણ દાવો કર્યો હતો કે Nothing Headphone a પણ વિકાસ હેઠળ છે. જુલાઈમાં Nothing Headphone 1 ના લોન્ચ પછી, તે કંપનીની બીજી ઓવર-ઇયર ઓફર હોવાની અપેક્ષા છે. હેડફોન Nothing Headphone 1 નું રિબ્રાન્ડેડ વર્ઝન હશે અને પ્લાસ્ટિક બોડી સાથે આવી શકે છે. તે બ્લેક, પિન્ક, વ્હાઇટ અને યલો કલરમાં મળવાની ધારણા છે.
જાહેરાત
જાહેરાત
Astronomers Observe Star’s Wobbling Orbit, Confirming Einstein’s Frame-Dragging
Chandra’s New X-Ray Mapping Exposes the Invisible Engines Powering Galaxy Clusters