Oppo Reno 15C ચીનમાં 19 ડિસેમ્બરે વેચાણ માટે ઉપલબ્ધ થશે

Oppo Reno 15C ચીનમાં 19 ડિસેમ્બરે વેચાણ માટે ઉપલબ્ધ થશે. તે ત્રણ કલરમાં મળશે તેમજ બે રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં મળશે.

Oppo Reno 15C ચીનમાં 19 ડિસેમ્બરે વેચાણ માટે ઉપલબ્ધ થશે

ઓપ્પો રેનો 15C ત્રણ રંગોમાં ઉપલબ્ધ થશે તેવું જાણવા મળ્યું છે

હાઇલાઇટ્સ
  • Oppo Reno 15Cને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP68/69 રેટિંગ
  • તે એન્ડ્રોઇડ 16 પર આધારિત કલરઓએસ 16 પર ચાલશે
  • ઓરોરા બ્લુ, એકેડેમી બ્લુ અને સ્ટારલાઇટ બો કલરમાં મળશે
જાહેરાત

ચાઇનિઝ સમાર્ટફોન કંપની તેનો Oppo Reno 15C ડિસેમ્બરમાં ચીનમાં લોન્ચ કરશે. Reno 15 લાઇનઅપનું અનાવરણ કરતી વખતે હેન્ડસેટના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આગામી Oppo Reno 15C ચાઇના ટેલિકોમ વેબસાઇટ પર PMD110 મોડેલ નંબર સાથે જોવા મળ્યો છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે Oppo Reno 15C ચીનમાં 19 ડિસેમ્બરે વેચાણ માટે ઉપલબ્ધ થશે. તે ત્રણ કલરમાં મળશે તેમજ બે રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં મળશે.

Oppo Reno 15Cના સ્પેસિફિકેશન્સ

Oppo Reno 15C ફોન ક્વાલકોમના સ્નેપડ્રેગન 7 જેન 4 ચિપસેટ સાથે લિસ્ટેડ કરાયો છે. બધા ઓપ્પો ફોનની જેમ, તે એન્ડ્રોઇડ 16 પર આધારિત કલરઓએસ 16 પર ચાલશે. તે 1.5K (1,256x2,760 પિક્સેલ્સ) રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.59-ઇંચ ડિસ્પ્લેથી સજ્જ હોઈ શકે છે. તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે, જેમાં 50 મેગાપિક્સલ શૂટર, 50 મેગાપિક્સલ સેકન્ડરી અને 8 મેગાપિક્સલ કેમેરા હશે. હેન્ડસેટમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ હોઈ શકે છે.

Oppo Reno 15C ઓરોરા બ્લુ, એકેડેમી બ્લુ અને સ્ટારલાઇટ બો કલર વેરિઅન્ટ સાથે લિસ્ટેડ છે. આ સ્માર્ટફોન ટેક કંપની દ્વારા 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ અને 12 GB રેમ અને 512 GB સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ફોન એલ્યુમિનિયમ એલોય ફ્રેમ સાથે આવશે તેમજ ધૂળ અને પાણી સામે રક્ષણ માટે તેને IP68/69 રેટિંગ મળ્યું છે.

Oppo Reno 15C માં ચોરસ રીઅર કેમેરા મોડ્યુલ હશે, જેમાં ત્રણ લેન્સ હશે. ઓપ્પો બ્રાન્ડિંગ પાછળના પેનલમાં નીચેની તરફ દર્શાવવામાં આવ્યું હતું. તેમાં USB ટાઇપ-સી પોર્ટ, સ્પીકર ગ્રિલ અને ફોનમાં નીચે સિમ કાર્ડ ટ્રે હશે. લીક થયેલી લોન્ચ તારીખ બે અઠવાડિયાથી પણ ઓછી દૂર હોવાથી, આગામી દિવસોમાં બ્રાન્ડ દ્વારા ફોન વિશે વધુ વિગતોની જાહેર કરાય તેવી અપેક્ષા છે.

તાજેતરમાં, એક ટિપસ્ટરે Oppo Reno 15Cના મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા હતા, જે ચાઇના ટેલિકોમ લિસ્ટિંગમાં દર્શાવેલા ફીચર્સ સાથે સુસંગત હતા. તેના લોન્ચના ટીઝર રજૂ કરતા સ્માર્ટફોન નિર્માતાએ જણાવ્યું હતું કે ફોન Oppo Reno 15 સિરીઝમાં "એન્ટ્રી-લેવલ" અને વધુ સસ્તા વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »