Samsung Galaxy S26 આગામી વર્ષે તેને લોન્ચ કરવામાં આવી શકે છે

Samsung Galaxy S26 હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે અને આગામી વર્ષે તેને લોન્ચ કરવામાં આવી શકે છે. Samsung Galaxy S26 સાથે જ Samsung Galaxy S26+ અને Samsung Galaxy S26 ultra રજૂ થઈ શકે છે.

Samsung Galaxy S26 આગામી વર્ષે તેને લોન્ચ કરવામાં આવી શકે છે

સુસંગત ચાર્જરનો ઉપયોગ કરીને Samsung Galaxy S25 Ultra 45W પર ચાર્જ કરી શકાય છે

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy S26 ultra 6.9-ઇંચ ડિસ્પ્લે સાથે આવશે
  • Galaxy S26 ultra 5,000mAh બેટરીથી સજ્જ રહેશે
  • Galaxy S26 સિરીઝ જાન્યુઆરી 2026માં લોન્ચ થઈ શકે
જાહેરાત

Samsung Galaxy S26 હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે અને આગામી વર્ષે તેને લોન્ચ કરવામાં આવી શકે છે. Samsung Galaxy S26 સાથે જ Samsung Galaxy S26+ અને Samsung Galaxy S26 ultra રજૂ થઈ શકે છે. આ ટોપ-ઓફ-ધ-લાઇન મોડેલ હવે ચાઇના કમ્પલ્સરી સર્ટિફિકેટ (3C) પ્લેટફોર્મ પર જોવા મળ્યું છે. Samsung Galaxy S26 ultra 3C લિસ્ટિંગમાં જણાવ્યા પ્રમાણે 60W ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. અગાઉના Samsung Galaxy S ultra સ્માર્ટફોન 45W વાયર્ડ ચાર્જિંગ સાથે રજૂ કરાયા હતા. Samsung Galaxy S26 ultra 6.9-ઇંચ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ સાથે આવી શકે છે.
અનવીન (@ZionsAnvin) ને 3C વેબસાઇટ પર મોડેલ નંબર SM-S9480 સાથેનો Samsung Galaxy S26 ultra જોવા મળ્યો છે. લિસ્ટિંગ પ્રમાણે આ ડિવાઇઝ વધુમાં વધુ 60W (20.0V DC, 3.0A)સુધી સપોર્ટ કરે છે. તાજેતરના વર્ષોમાં અન્ય સેમસંગ સ્માર્ટફોનની જેમ, આ ડિવાઇઝ પણ બોક્સમાં ચાર્જર વિના વેચાણમાં આવશે.

ઝડપી ચાર્જિંગને પ્રાથમિકતા આપનારા Samsung Galaxy S26 ultra લેવા પ્રેરાઈ શકે છે. સેમસંગ 'સુપર ફાસ્ટ ચાર્જિંગ 3.0' બ્રાન્ડિંગ હેઠળ 60W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ રજૂ કરે તેવી અપેક્ષા છે. તે અગાઉ લીક થયેલા One UI 8.5 ફર્મવેર પર 'લેવલ 4' ચાર્જિંગ તરીકે જોવામાં આવ્યું હતું.
સેમસંગ દ્વારા તેના Samsung Galaxy S26 ultra માટે 60W ચાર્જિંગ સ્પીડ આપવી એ ચાર્જિંગ વ્યૂહરચનામાં નોંધપાત્ર અપગ્રેડ દર્શાવે છે. કેમકે, Galaxy S25 અલ્ટ્રા, Galaxy S23 ultra અને Galaxy S24 ultra 45W વાયર્ડ ચાર્જિંગ આપે છે.

સેમસંગ જાન્યુઆરીમાં સ્ટાન્ડર્ડ અને પ્લસ વેરિઅન્ટ્સ સાથે Galaxy S26 ultra પણ લોન્ચ કરી શકે છે. ગેલેક્સી S26 અલ્ટ્રા 5,000mAh બેટરી અને ક્વાડ-રીઅર કેમેરા યુનિટ સાથે આવવાની શક્યતા છે. કેમેરા સેટઅપમાં 200-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 50-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, અને 50-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ શૂટર શામેલ હોઈ શકે છે.

તેમાં 2,600 nits સુધીની બ્રાઇટનેસ સાથે 6.9-ઇંચ M14 QHD+ CoE ડાયનેમિક AMOLED ડિસ્પ્લે મળી શકે છે. તે 16GB રેમ અને 256GB, 512GB અને 1TB ઓનબોર્ડ સ્ટોરેજ વિકલ્પો સાથે લોન્ચ થવાની સંભાવના છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »