Photo Credit: Infinix
Infinix Note 50X 5G નું વેચાણ 3 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે
ઈન્ફિનિક્સએ ભારતમાં પોતાની નોટ સિરીઝમાં નવી એન્ટ્રી કરી છે. કંપનીએ ઈન્ફિનિક્સ નોટ 50X 5G ભારતમાં રજૂ કર્યું છે. આ સ્માર્ટફોનમાં નવો મીડિયાટેક ડાયમેન્સિટી 7300 અલ્ટિમેટ પ્રોસેસર આપવામાં આવ્યો છે, જે વિશ્વમાં સૌપ્રથમ વાર કોઈ ફોનમાં આપવામાં આવ્યો છે. ફોનમાં 8GB સુધીનું RAM અને 128GB સ્ટોરેજ છે. સાથે જ XOS 15 UI આપવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડ 15 પર આધારિત છે. 6.67-ઇંચની HD+ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 5,500mAhની મોટી બેટરી સાથે ફોનને બજારમાં રજૂ કરવામાં આવ્યો છે. કંપનીએ ડિસ્કાઉન્ટ ઓફર અને એક્સચેન્જ બોનસ પણ જાહેર કર્યો છે.
ઈન્ફિનિક્સ નોટ 50X 5G ની કિંમત ભારતમાં 6GB RAM + 128GB સ્ટોરેજ માટે રૂ. 11,499 રાખવામાં આવી છે. જ્યારે 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે કિંમત રૂ. 12,999 છે. ફોન ત્રણ કલર ઓપ્શન - એન્ચેન્ટેડ પર્પલ , સી બ્રિઝ ગ્રીન અને ટાઇટેનિયમ ગ્રે માં ઉપલબ્ધ રહેશે. સી બ્રિઝ ગ્રીન વેરિઅન્ટમાં વેગન લેધર ફિનિશિંગ આપવામાં આવી છે જ્યારે બાકીના બે વેરિઅન્ટમાં મેટાલિક લુક છે. ખરીદદારો માટે કંપનીએ રૂ. 1,000 નું તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ અથવા એક્સચેન્જ બોનસ ઉપલબ્ધ કરાવ્યું છે. ઑફર બાદ ફોન રૂ. 10,499માં ખરીદી શકાય છે. ઈન્ફિનિક્સ નોટ 50X 5G ની વેચાણ તારીખ 3 એપ્રિલ છે અને તે Flipkart પર ઉપલબ્ધ રહેશે.
આ સ્માર્ટફોનમાં 6.67-ઇંચનું HD+ ડિસ્પ્લે છે જેમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ છે. ડાયમેન્સિટી 7300 અલ્ટિમેટ પ્રોસેસર સાથે ફોનની પરફોર્મન્સ સ્ફૂર્તિભર્યી છે. 6GB અને 8GB RAM વેરિઅન્ટ માટે મેમ્ફ્યુઝન ટેક્નોલોજી આપવામાં આવી છે, જેના દ્વારા વર્ચ્યુઅલ રીતે RAM 12GB અને 16GB સુધી વધારી શકાય છે.
ફોનના પાછળ 50MPનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરો છે. કેમેરામાં 4K વીડિયો રેકોર્ડિંગ અને 12+ ફોટોગ્રાફી મોડ્સ ઉપલબ્ધ છે. એક્ટિવ હેલો લાઈટિંગ ફીચર સાથે ‘જેમ -કટ' ડિઝાઇનમાં LED લાઇટિંગ આપવામાં આવ્યું છે, જે નોટિફિકેશન, કોલ અને ચાર્જિંગ સમયે લાઇટ કરે છે.
ઈન્ફિનિક્સ નોટ 50X 5Gમાં DTS પાવર્ડ ડ્યુઅલ સ્પીકર્સ, MIL-STD-810H સર્ટિફિકેશન અને IP64 વોટર-ડસ્ટ પ્રોટેક્શન છે. One-Tap AI ફંક્શન સાથે ફોનમાં ઓન-સ્ક્રિન અવેરનેસ , સર્કલ to સર્ચ , રાઇટિંગ આસિસ્ટન્ટ અને ઈન્ફિનિક્સ નો AI આસિસ્ટન્ટ ‘Folax' જેવા ફીચર્સ છે.
ફોનમાં 5,500mAh બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. બાઈપાસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેથી ચાર્જિંગ સમયે હીટિંગ ઓછું થાય. ઈન્ફિનિક્સ નોટ 50X 5G બજારમાં કાફી સ્પર્ધાત્મક ભાવ સાથે લોન્ચ થયું છે.
જાહેરાત
જાહેરાત