રિયલમી GT 7 Pro હવે ભારતમાં: પાવરફૂલ Snapdragon 8 Elite ચિપ અને 120W ચાર્જિંગ
રિયલમી GT 7 Pro હવે ભારતમાં લોન્ચ થઈ ગયો છે, જેમાં 3D ક્વાડ-કર્બડ ડિસ્પ્લે, Snapdragon 8 Elite ચિપસેટ, અને 5,800mAh બેટરી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ થી લઈને 16GB RAM અને 512GB સ્ટોરેજ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. ચાર્જિંગ ફીચર્સમાં 120W ફાસ્ટ ચાર્જિંગ છે, જે 30 મિનિટમાં 1% થી 100% સુધી ચાર્જ કરી આપે છે. આ ફોન 50MP સોનિ IMX906 કેમેરા, 50MP ટેલિફોટો, અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા સાથે આવે છે. 5,800mAh બેટરીના કારણે આ સ્માર્ટફોન લાંબી બેટરી લાઈફ આપે છે. 29 નવેમ્બરથી રિયલમી GT 7 Pro વેચાણ માટે ઉપલબ્ધ હશે