BGMI ગેમિંગ માટે કંપની 120fps સાથે 1000Hzનું ટચ સેમ્પલિંગ રેટ સાથે CMF Phone 2 Pro થશે લોન્ચ

MediaTek Dimensity 7300 Pro SoC પ્રોસેસર સાથે બજારમાં એન્ટ્રી લેશે CMF Phone 2 Pro

BGMI ગેમિંગ માટે કંપની 120fps સાથે 1000Hzનું ટચ સેમ્પલિંગ રેટ સાથે CMF Phone 2 Pro થશે લોન્ચ

Photo Credit: CMF

CMF ફોન 2 પ્રો બોક્સમાં ચાર્જર સાથે આવશે

હાઇલાઇટ્સ
  • CMF Phone 2 Proમાં જોવા મળશે MediaTek Dimensity 7300 Pro SoC
  • ગેમિંગ માટે 120fps સાથે 1000Hz નું ટચ સેમ્પલિંગ રેટ અને 53 ટકા નેટવર્ક બૂ
  • ડિવાઇસ બજારમાં ચાર્જર સાથે આપવામાં આવશે
જાહેરાત

CMF Phone 2 Pro એપ્રિલ મહિનાની 28 તારીખે લોન્ચ થવાનો છે. લોન્ચ થવાના થોડા દિવસો પહેલા જ કંપની ફોનના ચીપસેટ જાહેર કરી છે. હેન્ડસેટમાં ગયા વર્ષના CMF ફોન 1 ની જેમ જ મીડિયાટેક ચિપસેટ પર કાર્ય કરશે.જે ઝડપી CPU અને ગ્રાફિક્સ પર્ફોમન્સ આપવાનું કહેવાય છે. ફોનની સાથે જ CMF Phone 2 Pro CMF Buds 2, CMF Buds 2a અને CMF Buds 2 Plus ઈયરફોન્સ લોન્ચ કરવામાં આવશે. જેનું વેચાણ ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે.CMF Phone 2 Pro મીડિયાટેકના ચિપસેટ પર ચાલશે,CMFએ અગાઉ સોશિયલ મીડિયાના X માધ્યમથી કન્ફર્મેશન આપ્યું હતું કે આ હેન્ડસેટમાં MediaTek Dimensity 7300 Pro SoC જોવા મળશે. હાલનો જે CMF ફોન 1 છે તે MediaTek Dimensity 7300 પ્રોસેસર દ્વારા કાર્ય કરે છે. હવે જે આવનારો લેટેસ્ટ ફોન છે તે મહત્તમ 10 ટકા ઝડપી CPU અને 5 ટકા વધુ ગ્રાફિક્સના સુધારા સાથે બજારમાં આવશે. કંપની દ્વાર આપવામાં આવતી આ ચિપ મીડિયાટેક્ની છઠ્ઠી પેઢીના NPUનો ઉપયોગ કરે છે જે 4.8 TOPSનું AI પર્ફોમએન્સ આપશે.

મોબાઈલ ગેમિંગ લાવારસ માટે BGMI ગેમિંગ માટે 120fps સાથે 1000Hz નું ટચ સેમ્પલિંગ રેટ અને 53 ટકા નેટવર્ક બૂસ્ટ ઓફર કરવાની ક્ષમતા આ ફોન ધરાવે છે. જેમ રમતી વખતે સારી ગ્રીપ મળે તે માટે ફોનની ડિઝાઇન હલકી અને પાતળી કરવામાં આવી છે.

CMF Phone 2 Proની સાથો સાથ કંપની 28 એપ્રિલે CMF Buds 2, Buds 2a અને Buds 2 Plus ઇયરફોન્સ પાન લોન્ચ કરવાની છે. તેવામાં કંપનીના સહ-સ્થાપક અને ભારતના પ્રમુખ Akis Evangelidisએ હાલમાં જ જાહેર કર્યું કે ફોન તેના ચાર્જર સાથે બજારમાં આવશે.

હેન્ડસેટના પહેલા વર્ઝનના બેઝ વેરિયન્ટ 6GB + 128GB રેમ અને સ્ટોરેજ મોડલની શરૂની કિંમત 15,999ની હતી. જેમાં 120Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6થી 7 ઈંચની ફૂલ HD AMOLED LTPS ડિસ્પ્લે છે. જે 8GB રેમ સાથે 128 GBનું ઓનબોર્ડ સ્ટોરજ સાથે છે. સાથે તેમ 50MPના પ્રાથમિક સોનીના પોટ્રેટ કેમેરા સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 5000mAh બેટરી સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ ને કરે છે સપોર્ટ.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »