એપલ દ્વારા 9 સપ્ટેમ્બરે યોજાનારા ઈવેન્ટમાં માનવામાં આવે છે કે, આઇફોન 17 સિરીઝ રજૂ કરવામાં આવે. ત્યારે તેમાં લોકોનું ધ્યાન ખાસકરીને તેના નવા આઇફોન 17 એર પર છે.
આઇફોન 17 પ્રોના કેમેરા આઇલેન્ડમાં આ વર્ષે મોટા સુધારાની અપેક્ષા છે
એપલ દ્વારા યોજાનારા મોટા હાર્ડવેર ઇવેન્ટ 'Awe Droping' અગાઉ જે તેના iPhone 17 pro ફોન અંગે વધુ માહિતી સામે આવી છે અને તેમાં નવા 8X ટેલિફોટો સેન્સરથી લઈ વેપર ચેમ્બર કૂલિંગ આપવામાં આવશે તેવું કહેવાય છે. 9 સપ્ટેમ્બરે યોજાનારા આ ઈવેન્ટમાં માનવામાં આવે છે કે, આઇફોન 17 સિરીઝ રજૂ કરવામાં આવે. ત્યારે તેમાં લોકોનું ધ્યાન ખાસકરીને તેના નવા આઇફોન 17 એર પર છે. આ એકદમ પાતળો ફોન અત્યંત પાતળા ફોનની શ્રેણીમાં અગ્રેસર સેમસંગ ગેલેક્સી S25 એજના હરીફ તરીકે આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે iPhone 17 Pro Max માં 5,000mAh બેટરી હોવાનું અનુમાન છે. જે અત્યાર સુધીના કોઈપણ iPhone માં સૌથી મોટી બેટરી હોઈ શકે છે. હાલના iPhone 16 Pro Max ફોનમાં 4,685mAh બેટરી હોવાનું જાણવા મળે છે.
એપલ દ્વારા સતત બીજા વર્ષે તેના પ્રો આઇફોનમાં ટેલિફોટો કેમેરાને અપગ્રેડ કરાશે. iPhone 17 Pro અને iPhone 17 Pro Max માં ટેલિફોટો સેન્સર અપગ્રેડ કઈ 8X કરાય તેમ લાગે છે. નવા ટેલિફોટો સેન્સરને કારણે 8X સુધી ઓપ્ટિકલ ઝૂમ થઈ શકશે. iPhone 17 Pro અને iPhone 17 Pro Maxમાં ટ્રિપલ 48 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે.
iPhone 17 Pro અને iPhone 17 Pro Max માં થર્મલ મેનેજમેન્ટમાં સુધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ગયા વર્ષે, એપલે iPhone 15 સિરીઝમાં ફોન ગરમ થતો અટકાવવા નવી ગ્રાફીન આધારિત થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ રજૂ કરી હતી. કંપની નવા વેપર ચેમ્બરના ઉપયોગથી થર્મલ સિસ્ટમમાં પુન: સુધારો કરે તેમ જણાય છે.
અગાઉના iPhoneમાં જ્યારે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોય છે નવા આવનારા મોડેલ્સમાં તેને અપગ્રેડ કરીને 24 મેગાપિક્સલના સેન્સર આપી શકે છે.
એવું માનવામાં આવે છે કે, એપલ છેલ્લા બે દાયકાથી ઉપયોગમાં લેવાતા ટાઇટેનિયમને બદલે iPhone 17 Pro અને iPhone 17 Pro Max માં એલ્યુમિનિયમ વાપરે તેવી શક્યતા છે. તેની બેક પેનલને નવેસરથી ડિઝાઇન કરાઈ છે. જેમાં નવો કેમેરા આઇલેન્ડ હશે. દરમિયાન, ઉપરના ભાગમાં ગ્લાસ મટિરિયલ હશે, જેમાં વાયરલેસ ચાર્જિંગ માટે મેગસેફ કોઇલ હશે. કેમેરા આઇલેન્ડ લંબચોરસ હોઈ શકે છે, જે ઉપરની તરફ આડો રહેશે. જે અગાઉના અગાઉના ચોરસ મોડ્યુલમાં મોટો ફેરફાર ગણી શકાય.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket