Photo Credit: Lava
લાવા શાર્ક 4G (ચિત્રમાં) 50-મેગાપિક્સલનો પ્રાથમિક રીઅર કેમેરા ધરાવે
ટુંક સમયમાં લોન્ચ થશે લાવા શાર્ક 5G. કંપની ફોનના ફિચર્સ વિશે માહિતી આપતા જણાવે છે કે માર્ચમાં લોન્ચ થયેલ લાવા શાર્ક 4G જેવી જ ડિસ્પ્લે તેમજ ડીઝાઇન જોવા મળી શકે છે તેમજ તેની ભાષા પણ સમાન હશે એ સાથે કંપનીએ ફોનની લોન્ચિંગ તારીખ તેમજ ફોનની કિંમત પણ જાહેર કરેલી છે જે હમણાં અમુક તાજેતરની માહિતી મુજબ જાણવા મળેલ છે એ સાથે એવું પણ જણાવે છે કે લાવા શાર્ક 4G માં વેરિયન્ટ પર નજર નાખીએ તો તેમાં Unisoc T606 SoC એ સાથે 18Wનો વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ અને સાથે 5,000mAh બેટરી જોવા મળે છે અને કેમેરાની વાત કરીએ તો તેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા જોવા મળે છે.એ સાથે આ ફોન 5G વર્ઝન સાથે ગીકબેન્ચ લિસ્ટિંગમાં જણાવે છે કે તે 4GB RAM સાથે જોડાયેલ હશે જે Unisoc T765 SoC દ્વારા સંચાલિત હોય શકે છે એ સાથે સ્ટોરેજ જોવા જઈએ તો તે 64GB ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ કરી શકે છે અને આ એન્ડ્રોઇડ 15 આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે.
એક પ્રેસ રિલીઝ થઈ હતી તેમાં કંપની ફોનની માહિતી આપતા જણાવે છે કે લાવા શાર્ક 5G ભારતમાં 23 મે ના રોજ લોન્ચ થશે તે સાથે એવું પણ જણાવે છે જેના ફોન LPDDR4X RAM સાથે સપોર્ટ કરશે. ફોનના કલરની વાત કરતા જણાવે છે કે આ લાવા શાર્ક 5G ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે જોવા મળશે જે વાદળી તેમજ ગોલ્ડન એટલે કે સોનાના રંગ વિકલ્પોમાં જોવા મળી શકશે કેમેરા વિશે જોવા જઈએ તો તે આઇલેન્ડમાં મૂકવામાં આવેલા રાઉન્ડ LED ફ્લેશ યુનિટની આસપાસ ગોળાકાર ડિઝાઇનમાં જોવા મળી શકે છે.
ફોનની કિંમત જોવા જઈએ તો તે 10,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે એ સાથે તેમાં હેન્ડસેટ જોવા જઈએ તો તે હેન્ડસેટ 13-મેગાપિક્સલના AI-બેક્ડ સાથે જોવા મળશે તે સાથે એ મુખ્ય રીઅર કેમેરા સેન્સરથી સજ્જ હશે. તેમાં ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP54 સુધીનું રેટિંગ પણ આપવામાં આવેલ છે.
લાવા શાર્ક 4G ની કિંમત 4GB + 64GB વિકલ્પ માટે 6,999 રૂપિયા છે. આ નવા સ્માર્ટફોનમાં ડિસ્પ્લે જોવા જઇએ તો તે 120Hz સાથે 6.7-ઇંચ HD+ સુધીની રહેશે એ સાથે, 50-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા સેન્સર અને 8-મેગાપિક્સલનો સેલ્ફી શૂટર પણ આવેલી છે. જે Unisoc T606 SoC અને 18W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે જોવા મળશે અને 5,000mAh ની બેટરી ક્ષમતા ધરાવે છે. આ સ્માર્ટફોનમાં IP54 ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે.
જાહેરાત
જાહેરાત