NXTPAPERની ડિસ્પ્લે સાથે બજારમાં આવશે Alcatel V3 Ultra ફોન
Photo Credit: Alcatel
અલ્કાટેલ V3 અલ્ટ્રામાં 6.8-ઇંચ ડિસ્પ્લે હોવાની ધારણા છે
Alcatel દ્વારા ભારતમાં ટૂંક જ સમયમાં લોન્ચ કરશે Alcatel V3 અલ્ટ્રા સ્માર્ટફોનન રજૂ કરવામાં આવશે. લોન્ચ તારીખના કન્ફર્મેશનની રાહ જોવાઈ રહી છે. તેવામાં દેશમાં એક નવું લીક થયેલ સંભવિત કિંમતની શ્રેણી તેમાં સૂચવવામાં આવી છે. જ્યારે TCL કોમ્યુનિકેશન દ્વારા ફ્રી હેન્ડ રીતે સંચાલિત આ બ્રાન્ડ દ્વારા ફક્ત Alcatel V3 અલ્ટ્રાનું કન્ફર્મેશન આપવામાં આવી છે. જયારે લેટેસ્ટ લીક થયેલી માહિતી મુજબ આ ડિવાઇસ બે અન્ય મોડેલની સાથે જ લોન્ચ કરવામાં આવશે. Alcatel દ્વારા સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે.Alcatel ભારતમાં ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે,GizmoChinaના આ અહેવાલ મુજબ વાત કરીએ તો ભારતમાં ત્રણ V શ્રેણીના સ્માર્ટફોન લોપન્ચ કરવામાં આવશે. Alcatel V3 Pro અને Alcatel V3 ક્લાસિક મોડેલ V3 અલ્ટ્રા સાથે ડેબ્યૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવશે. Alcatel V3 Ultra લાઈનઅપની પ્રીમિયમ ઓફર હોય શકે છે. તેવામાં દેશમાં 30,000 રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં આવવાનું કહેવામાં આવી રહ્યું છે.
Alcatel V3ની શ્રેણીમાં હાઇ ટેક આઈ પ્રોટેક્શન જોવા મળશે તેવી અફવા જોવા મળી છે. Alcatel અને કંપનીના સ્થાપક અને ટેક સલાહકાર માધવ શેઠ દ્વારા હાલમાં જ V3 Ultraના લૉન્ચિંગનું કન્ફર્મેશન આવ્યું છે. રીડિંગ, વોચિંગ અને સ્ક્રોલિંગ જેવા વિવિધ પ્રવૃત્તિના કાર્યો માટે ડિસ્પ્લેમાં અલગ અલગ મોડ આપવામાં આવ્યો છે. આવનારા આ ફોનમાં સ્ટાઇલસનો સપોર્ટ પણ આપવામાં આવશે. જેની સાથે જ તેમ ત્રિપાલ કેમેરા યુનિટ આપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.
કંપની દ્વારા શરૂઆતનું વેચાણ ફ્લિપકાર્ટના મુખ્ય પ્લેટફોર્મ અને ફ્લિપકાર્ટ મિનિટ્સ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ કરે તેવી શક્યતાઓ રહેલી છે. ઈ-કોમર્સ વેબસાઇટ પરનું લિસ્ટ તે દર્શાવે છે કે V3 અલ્ટ્રામાં TCLની માલિકીની NXTPAPER ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. કંપની દ્વારા આ નાવા ફોનના ઉત્પાદન માટે ડિક્સન ટેકનોલોજીસની પેટા કંપની પેજેટ ઇલોકટ્રોનિક્સ સાથે હાથ મિલાવ્યો હોય તેવી વાત બજારમાં કરવામાં આવી રહી છે.
ડિવાઇસમાં 6.8 ઈંચની ડિસ્પ્લે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે તે મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ પર કાર્યરત હોય તેવી સંભાવનાઓ છે. ડિવાઇસ 5010mAhની બેટરી ધરાવી શકે છે. સાથે ફોનમાં 108MPનો પ્રાથમિક રિયર કેમેરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફોન 27 મેના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ લોન્ચ થવાની શક્યતાઓ રહેલી છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket