એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 સોમવારે મધ્યરાત્રિએ બંને પ્લેટફોર્મ પર પેઇડ મેમ્બર માટે શરૂ થયા.
સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા અને આઇફોન 16 પ્રો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે
એમેઝોન અને ફ્લિપકાર્ટ સેલ 2025 શરૂ થઈ ગયા છે ત્યારે એક મહત્વનો સવાલ એ થાય કે, કોના સેલમાં શું ફાયદો થઈ રહ્યો છે. આપણે આજે Samsung Galaxy S24 Ultra અને iPhone 16 Pro માં અપાઈ રહેલી ઓફરની તુલના કરીશું. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 મંગળવારે મધ્યરાત્રિએ તમામ લોકો માટે ખુલ્લું મુકાયું છે.Samsung Galaxy S24 Ultra અને iPhone 16 Proમાં ડિસ્કાઉન્ટહાલમાં, એમેઝોન પર સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાનો બેઝ વેરિઅન્ટ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે રૂ. 71,999 માં લિસ્ટેડ છે. આ સાથે 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથેનો હાઇ-એન્ડ વિકલ્પ 1,04,999 રૂપિયામાં ઓફર કરાયો છે. આ ભાવ ઉપરાંત પણ ગ્રાહકને વધારાની ઓફરની સગવડ મળતા ભાવમાં ઓર ઘટાડો મળી શકશે. જેમાં, વધારાની કેશબેક ઑફર્સ અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ ઓફરનો લાભ સેલ દરમ્યાન જ લઈ શકાશે.
આ ફોન એમેઝોન પર ટાઇટેનિયમ ગ્રે, ટાઇટેનિયમ બ્લેક અને ટાઇટેનિયમ વાયોલેટ કલરમાં મળી શકશે. આ સાથે પ્રાઇમ મેમ્બરને એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે 5 ટકા કેશબેકનો લાભ પણ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન ભારતમાં જાન્યુઆરી 2024 માં 12GB રેમ અને 256GB સ્ટોરેજ માટે 1,29,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.
ફ્લિપકાર્ટ પર iPhone 16 Pro નું બેઝ વેરિઅન્ટ, Black મેમ્બરશિપ સાથે રૂ. 85,999માં મળશે. તેમાં, ICICI બેંક અથવા Axis બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ફોન ખરીદતી વખતે રૂ. 5,000નો વધારે લાભ થશે. ઇન્ટરેસ્ટ ફ્રી EMIનો પણ વિકલ્પ અપનાવી શકાશે.
હાલમાં ડેઝર્ટ ટાઇટેનિયમ, નેચરલ ટાઇટેનિયમ અને વ્હાઇટ ટાઇટેનિયમમાં ઉપલબ્ધ છે.iPhone 16 Pro સપ્ટેમ્બર 2024 માં લોન્ચ કરાયો ત્યારે તેના 128GB ના બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 1,19,900 હતી. 256GB, 512GB અને 1TB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત અનુક્રમે રૂ. 1,29,990, રૂ. 1,49,900 અને રૂ. 1,69,900 હતી.
ફ્લિપકાર્ટ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે iPhone 16 Pro 2025 ના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન રૂ. 69,999 માં અપાશે. જેમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પસંદગીની બેંકોના ક્રેડિટ કાર્ડ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાશે.
જાહેરાત
જાહેરાત