એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 શરૂ થઈ ગયું છે. અનેક ઉત્પાદનો પર અનેકવિધ ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે.
એમેઝોન સેલ 2025: સેમસંગ સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ડીલ્સ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 શરૂ થઈ ગયું છે અને તેમાં, અનેક ઉત્પાદનો ભાવમાં ઘટાડા સાથે મૂકવામાં આવ્યા છે. તેમાં સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે. જેમાં, સેમસંગના સ્માર્ટફોન પર પણ આકર્ષક ડિલ જાહેર કરાઈ છે. ભાવમાં ઘટાડા સાથે અન્ય ઓફરનો લાભ લઈ ગ્રાહક ભાવમાં વધુ ઘટાડો મેળવી શકે છે.એમેઝોન સેલ 2025: સેમસંગના ફોન પર ડિસ્કાઉન્ટએમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં સેમસંગના ફોનમાં ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.ગ્રાહક સેમસંગના ફોન પર રૂ. 65000 સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશે. સેમસંગના ફોનમાં જાહેર કરાયેલા ડિસ્કાઉન્ટ પર નજર કરીએ તો, Samsung Galaxy S24 અલ્ટ્રા 5G ફોન કે જે તેનો ફ્લેગશિપ ફોનની શ્રેણીમાં આવે છે તે સેલ દરમ્યાન માત્ર રૂ. 71,999 માં મળશે. આ સ્માર્ટફોનના ફીચર્સ જોઈએ તો, તેમ, 6.8-ઇંચ QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેમ,આ સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર, 200 મેગાપિક્સલનો ક્વાડ-કેમેરા સેટઅપ, AIને સ્પોર્ટ કરતા અનેક ફીચર્સ પણ તેમાં આપવામાં આવ્યા છે.
સેમસંગના અન્ય ફોનમાં પણ ઘણું ડિસ્કાઉન્ટ જાહર કરાયું છે જેમાં, Samsung Galaxy A55 5G જે રૂ. 42,999 માં મળે છે તે આ સેલ હેઠળ રૂ. 23,999 માં મળશે. Samsung Galaxy M06 5G રૂ. 12,499 ને સ્થાને રૂ. 7,499 માં, Samsung Galaxy M16 5Gરૂ. 17,499 ને બદલે રૂ. 10,499, Samsung Galaxy Z Fold 6 કે જેનો ભાવ રૂ.
1,64,999 છે તે રૂ. 1,10,999માં, Samsung Galaxy A26 5G રૂ. 27,999 ને બદલે રૂ. 23,999, Samsung Galaxy S24 Ultra રૂ. 1,34,999 ને સ્થાને રૂ. 71,999માં, Samsung Galaxy M36 5G રૂ. 22,999ને બદલે રૂ. 13,999 માં, Samsung Galaxy A56 5G રૂ. 48,999 ને સ્થાને રૂ. 35,999માં, Samsung Galaxy S25 રૂ. 80,999 ને બદલે રૂ. 68,999 તેમજ Samsung Galaxy S25 Ultra જે રૂ. 1,29,999માં મળે છે તેનો ભાવ ઘટાડીને રૂ. 1,12,499 કરાયો છે.
સ્માર્ટફોન પર માત્ર કિંમતમાં જ ઘટાડો નહીં પણ અન્ય ઓફર પણ આપવામાં આવી રહી છે. જેમાં, SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ, એમેઝોન પે, સેલ હેઠળ એક્સચેન્જ ઓફરનો લાભ પણ લઈ શકાય છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત પાંચ ટકા કેશબેક મેળવી શકે છે. ગ્રાહકોને રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ સાથે ટકાવારી પણ મળે છે. 24 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા પણ ખરીદદાર લાભ મેળવી શકે છે.
જાહેરાત
જાહેરાત