એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં Lumio Vision Smart TVs, Arc Projectors પણ ઘટાડેલી કિંમતે મળવાના છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 ડિસ્કાઉન્ટેડ કિંમતે iQOO 13 (ચિત્રમાં) ઓફર કરશે
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં Lumio Vision Smart TVs, Arc Projectors પણ ઘટાડેલી કિંમતે મળવાના છે. ઘણી બ્રાન્ડ દ્વારા સેલ હેઠળ તેમના ઉત્પાદન પર ડીલ જાહેર કરાઈ રહી છે ત્યારે ગુરુવારે, લુમિયોએ તેના વિઝન સિરીઝ સ્માર્ટ ટીવી અને આર્ક સિરીઝ પ્રોજેક્ટરની ડિસ્કાઉન્ટેડ કિંમતો જાહેર કરી છે. જેઓ તેમના હાલના ટીવી અપગ્રેડ કરવા માંગે છે અથવા નવું લેવા માટે છે તેમને માટે આ સેલ હેઠળ સારા ભાવે ખરીદીનો લાભ મળશે.Lumio સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર પર ડિસ્કાઉન્ટLumio સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર પર અપાઈ રહેલા ડિસ્કાઉન્ટ પર નજર કરીએ તો,Lumio Vision 7 (43-inch) રૂ. 29,999માં મળે છે પરંતુ હાલમાં ડિસ્કાઉન્ટ હેઠળ તે રૂ. 19,999 માં મળશે. Lumio Vision 7 (50 inch) રૂ. 34,999 સ્થાને રૂ. 25,999માં,
Lumio Vision 7 (55 inch) રૂ. 39,999 ને બદલે રૂ. 29,999માં, Lumio Vision 9 (55-inch) રૂ. 59,999 ને બદલે ડિસ્કાઉન્ટ પછી રૂ. 45,999 માં અને Lumio Arc 5 પ્રોજેક્ટર રૂ. 19,999 ને સ્થાને રૂ. 14,499 માં તેમજ Lumio Arc 7 પ્રોજેક્ટર કે જે રૂ. 34,999 માં મળે છે તેનો ભાવ ઘટાડીને રૂ. 29,999 કરવામાં આવ્યો છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પ્રાઇમ મેમ્બર માટે તે એક દિવસ અગાઉથી શરૂ થશે. સેલમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, ઇયરફોન, સ્માર્ટવોચ, હેડફોન, સ્પીકર્સ, હોમ એપ્લાયન્સિસ સહિતના ઉત્પાદનો પર આકર્ષક ઓફર જાહેર કરાઈ છે અને ભાવમાં ઘટાડો કરાયો છે. ફ્લિપકાર્ટનું બિગ બિલિયન ડેઝ સેલ પણ આ જ સમયે યોજાઈ રહ્યું છે. ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ જેવા અન્ય ઓનલાઈન હોમ ડિલિવરી એપ પણ આ જ પ્રકારના સેલનું આયોજન કરી રહ્યા છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 હેઠળ ગ્રાહક વિવિધ ઉત્પાદનોના ભાવમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે વધારાની બચતનો લાભ લઈ શકે છે. Amazon Pay દ્વારા વધારાના કેશબેકનો લાભ પણ ઉપલબ્ધ છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ મળશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket