Appleએ તેના iOS 26.1 Beta 4 અપડેટમાં નવું “Liquid Glass Transparency Toggle” ઉમેર્યું છે, જે વપરાશકર્તાઓને ઈન્ટરફેસની પારદર્શિતા એડજસ્ટ કરવાની મંજૂરી આપે છે.
Photo Credit: Apple
iPhone 17 સિરીઝ iOS 26 સાથે આઉટ ઓફ ધ બોક્સ લોન્ચ કરવામાં આવી હતી
Apple એ ગયા મહિને iOS 26 લોન્ચ કરીને તમામ સપોર્ટેડ iPhone મોડેલ્સમાં નવું “Liquid Glass” ઇન્ટરફેસ રજૂ કર્યું હતું. હવે, તેની નવીનતમ iOS 26.1 Beta 4 અપડેટ સાથે, વપરાશકર્તાઓને આખરે આ ઇન્ટરફેસના દેખાવને પોતાની પસંદગી મુજબ એડજસ્ટ કરવાની તક મળી રહી છે. નવા અપડેટમાં Apple એ Liquid Glass Transparency Toggle ઉમેર્યું છે, જે ખાસ કરીને ઓછી પારદર્શિતા પસંદ કરનારા યુઝર્સ માટે વધુ સ્પષ્ટ અને આરામદાયક દૃશ્યનો અનુભવ આપે છે. આ સુવિધા ફક્ત iPhone જ નહીં, પણ iPadOS 26.1 અને macOS 26.1 પર પણ ઉપલબ્ધ છે.
Apple એ તેના નવીનતમ iOS 26.1 Beta 4 અપડેટમાં “Liquid Glass Transparency” માટેનો નવો કસ્ટમાઇઝેશન વિકલ્પ રજૂ કર્યો છે. હવે વપરાશકર્તાઓ પોતાના iPhone ના ઈન્ટરફેસને વધુ ટિન્ટેડ અથવા ક્લિયર રૂપમાં જોઈ શકે છે. એકદમ પોતાની પસંદગી મુજબ! 9to5Macના અહેવાલ અનુસાર, આ અપડેટ સોમવારે ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. નવા ટૉગલ દ્વારા વપરાશકર્તાઓ Appleના “Liquid Glass” ડિઝાઇનને વધુ અપારદર્શક (opaque) અથવા પારદર્શક (transparent) બનાવી શકે છે. આ નવું સેટિંગ ઍક્સેસ કરવા માટે વપરાશકર્તાઓને ફક્ત Settings → Display & Brightness → Liquid Glass માર્ગ અનુસરવો પડશે, જ્યાં તેઓને “Clear” અને “Tinted” જેવા બે વિકલ્પો મળશે.
આ નવી ટિન્ટિંગ સુવિધા ફક્ત iPhone પૂરતી નહીં, પણ નવીનતમ iPadOS 26.1 અને macOS 26.1 ડેવલપર બીટા માં પણ ઉપલબ્ધ છે. Appleના જણાવ્યા મુજબ, આ ડિઝાઇન થર્ડ પાર્ટી એપ્સમાં પણ કામ કરશે, જેથી આખી સિસ્ટમમાં એકરૂપ, સુંદર દેખાવ જળવાઈ રહે.
આ ફેરફાર વપરાશકર્તાઓના પ્રતિસાદ પર આધારિત છે, iOS 26 બીટા દરમિયાન ઘણા યુઝર્સે પારદર્શિતા પર વધુ નિયંત્રણ માંગ્યું હતું, અને હવે Appleએ માંગ પૂરી કરી છે. હાલમાં આ સુવિધા ફક્ત ડેવલપર બીટામાં ઉપલબ્ધ છે, પરંતુ જાહેર બીટા આગામી દિવસોમાં રોલઆઉટ થવાની અપેક્ષા છે. iOS 26.1નું સ્થિર વર્ઝન ઓક્ટોબર કે નવેમ્બર શરૂઆતમાં સૌ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
આ અપડેટમાં માત્ર લિક્વિડ ગ્લાસ જ નહીં, પરંતુ iOS 26ની અન્ય સુવિધાઓમાં પણ અનેક સુધારાઓ લાવવાની આશા છે. Appleએ 15 સપ્ટેમ્બરના રોજ iPhone SE (2nd Gen) અને નવા મોડલ્સ માટે iOS 26 લોન્ચ કર્યું હતું. iPhone 17 સિરીઝ પણ આ નવીનતમ વર્ઝન સાથે આવી હતી. લિક્વિડ ગ્લાસ ડિઝાઇને iPhoneમાં આધુનિક, અર્ધપારદર્શક લુક આપ્યો, પરંતુ સૌને તે ગમ્યો નહીં. કેટલાક વપરાશકર્તાઓએ જણાવ્યું કે વધુ ચમકદાર અસર આંખોને થાકાવે છે અને નાનું દૃષ્ટિભ્રમ સર્જે છે. તે છતાં, iOS 26એ અન્ય રસપ્રદ ફીચર્સ પણ ઉમેર્યા છે. જેમ કે ગેમ્સ માટે એપ, વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ, 3D વૉલપેપર્સ સાથે નવી લોકસ્ક્રીન અને લાઇવ ટ્રાન્સલેશન. વપરાશકર્તાઓ હવે ગ્રુપ મેસેજેસમાં મતદાન (Polls) પણ બનાવી શકે છે.
જાહેરાત
જાહેરાત
Astrophotographer Captures Stunning “Raging Baboon Nebula” in Deep Space
Ek Deewane Ki Deewaniyat OTT Release Reportedly Revealed Online: When and Where to Watch?