‘ઑ ડ્રોપિંગ’ ઈવેન્ટમાં મહદઅંશે આઇફોન 17 સિરીઝ લોન્ચ થઈ શકે છે. જેમાં, બેઝ આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને એકદમ નવા આઇફોન 17 એર હોવાની અપેક્ષા છે.
Photo Credit: Apple
કર્સર ક્યાં નિર્દેશ કરે છે તેના આધારે ઇવેન્ટ માટે Appleનો લોગો રંગ બદલે છે
આજે Apple iPhone 17 'Awe Dropping' ઇવેન્ટ યોજાવાનો છે. તેને તમે લાઇવ કયા અને કેવી રીતે જોઈ શકશો અને તેમાં શું હોઈ શકે તે આ લેખમાં જોઈશું. એપલનો સૌથી મોટા હાર્ડવેર ઇવેન્ટ આજે ભારતીય સમય પ્રમાણે રાતના 10:30pm વાગે યોજાશે. છેલ્લા એક વર્ષથી લોકો તેના આગામી હેન્ડસેટ અને અન્ય ઉત્પાદનોના લોન્ચ અંગે અનેક પ્રકારે અટકળો અને અનુમાન લગાવી રહ્યા હતા તેના પરથી આજે પરદો ઉઠશે.
‘ઑ ડ્રોપિંગ' ઈવેન્ટમાં મહદઅંશે આઇફોન 17 સિરીઝ લોન્ચ થઈ શકે છે. જેમાં, બેઝ આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને એકદમ નવા આઇફોન 17 એર હોવાની અપેક્ષા છે. આ સ્લિમ મોડેલ આઇફોન 16 પ્લસનું સ્થાન લે તેવી શક્યતા છે અને તે અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એપલની વોચ સિરીઝ 11, વોચ અલ્ટ્રા 3 અને વોચ SE 3 લોન્ચની તારીખ આપે તેવી ધારણા છે. નવા એરપોડ્સ પ્રો (થર્ડ જનરેશન) TWS હેડસેટ વગેરે ઉત્પાદનો પણ બજારમાં ઉતરવા તૈયાર છે.
સેકન્ડ જનરેશનનું મોડેલ ત્રણ વર્ષ અગાઉ લોન્ચ કરાયું હતું. તેમાં ઘણા અપગ્રેડ હોઈ શકે છે, જેમાં હાર્ટ-રેટ મોનિટરિંગ ફીચરનો સમાવેશ થાય છે. iOS 26, iPadOS 26 તેમજ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ્સની રિલીઝ અંગે જાણકારી આપવામાં આવે તેવી ધારણા છે.
એપલનો ‘ઑ ડ્રોપિંગ' ઈવેન્ટ ક્યુપર્ટીનો (કેલિફર્નિયા) ખાતે એપલ પાર્કમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજાશે જે ત્યાંના સમય પ્રમાણે સવારે 10 વાગે અને ભારતીય સમય પ્રમાણે રાતના સાડાદસ વાગે શરૂ થશે. આ લોન્ચ ઈવેન્ટ લાઈવ આઈપીએલની વેબસાઈટ તેમજ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. આ ઉપરાંત એપલ ટીવી એપ પણ તેને લાઇવ જોઈ શકાશે, જે એપલ તેમજ એન્ડ્રોઇડ ડિવાઇઝ પર ઉપલબ્ધ છે.
જો તમે એપલના આ ઇવેન્ટ અંગે જાણકારી મેળવવા માંગતા હોય તો ગેજેટ્સ 360 વેબસાઇટ પર મેળવી શકો છો. આ માટે અમને હેન્ડલ X (અગાઉ ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket