'Awe Droping' ઇવેન્ટનું એપલની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે

Apple iPhone 17 Air માં A19 ચિપ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

'Awe Droping' ઇવેન્ટનું એપલની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે

Photo Credit: Apple Track

iPhone 17 Air કંપનીના ઇન-હાઉસ C1 મોડેમ સાથે આવી શકે છે

હાઇલાઇટ્સ
  • Apple iPhone 17 Air માં A19 ચિપ આપવામાં આવે તેવી શક્યતા
  • iPhone 17 Air માં 6.6 ઇંચની OLED સ્ક્રીન, રિફ્રેશ રેટ 120Hz
  • iPhone 17 Air માં એલ્યુમિનિયમ ફ્રેમ હશે
જાહેરાત

એપલના iPhone 17 Air લોન્ચ થાય તે અગાઉ જ તેની કિંમત સહિતની વિગતો જાણવા મળી છે અને આજે આપણે તેના વિશે જાણીશું. Apple iPhone 17 Air માં A19 ચિપ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે આ સાથે જ તે સિંગલ રીઅર કેમેરાથી સજ્જ હોય તેમ બની શકે છે. Apple નો 'Awe Droping' ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે  રાત્રે 10:30 વાગ્યે શરૂ  થશે.  ઇવેન્ટ iPhone 17, iPhone 17 Pro,iPhone 17 Pro Max અને iPhone 17 Air લોન્ચ થવાની શક્યતા છે. iPhone 17 Air નવીન ટેકનોલોજી વિશે જાણકારી રાખનારાઓમાં વધુ ચર્ચામાં છે કેમકે તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે અને ફોનને વધુ પાતળો બનાવાશે. જે અત્યારસુધીનો સૌથી પાતળો iPhone બની રહેશે. 

iPhone 17 Air ના સ્પેસિફિકેશન્સ 

Apple ના નવા iPhone 17 Air માં A19 ચિપસેટ આપે તેવી શક્યતા છે. જે અત્યારસુધીનું એપલનું સૌથી વધુ આધુનિક પ્રોસેસર બની રહેશે. તે 8GB RAM અને 256GB, 512GB અને 1TB સ્ટોરેજના વિકલ્પ સાથે લોન્ચ થશે. iPhone 17 Air માં 6.6 ઇંચની OLED સ્ક્રીન અને તેનો   રિફ્રેશ રેટ 120Hz સુધીનો રહેશે.  iPhone 17 Air ની પાતળી ડિઝાઇનને અનુલક્ષીને તેમાં નાની બેટરી આપવામાં આવે તેવુ બને અને તેમાં  2,800mAh બેટરી અથવા 3,100mAh બેટરી આપવામાં આવશે. જે તેના અગાઉના ફોનની સરખામણીએ ઓછી રહેશે. આ અંગે વપરાશકારની ચિંતા દૂર કરવા સાથે બેટરી કેસ આપવામાં આવે તેમ લાગે છે. iPhone 17 Air માં એલ્યુમિનિયમ ફ્રેમ હશે. 

iPhone 17 Air કિંમત (અંદાજિત)

iPhone 17 ફોન $949 (લગભગ રૂ. 83,000) ની શરૂઆતી કિંમતે લોન્ચ થઈ શકે છે. iPhone 16 Plus જે $899 (લગભગ રૂ. 75,500) માં લોન્ચ થયો હતો તેના કરતાં નવો ફોન $50 નો વધારો દર્શાવે છે. તેમાં એકદમ પાતળી 5.5mm પ્રોફાઇલ હોવાનું કહેવાય છે અને તેમાં કેમેરા બમ્પનો સમાવેશ થતો નથી. તેમાં ફક્ત એક જ લેન્સ હશે. ભારતમાં, iPhone 17ની કિંમત રૂ. 89,900 રહી શકે છે અને તે બ્લેક, સિલ્વર, લાઇટ ગોલ્ડ અને લાઇટ બ્લુ કલરમાં મળશે.

'Awe Droping' ઇવેન્ટ એપલની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન iPhone 17 સિરીઝ ઉપરાંત એપલ વોચ, અપડેટેડ એરપોડ્સ અને અન્ય ઉત્પાદનોનું રજૂ કરાશે. 

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »