ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થશે

ફ્લિપકાર્ટની બિગ બિલિયન ડેઝ સેલ ભારતમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સેલમાં ફ્લિપકાર્ટ દ્વારા iPhone 16માં ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે.

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થશે

Photo Credit: Apple

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 માં iPhone 16 પર 23,000 રૂપિયા સુધીની છૂટ મળશે (ચિત્રમાં)

હાઇલાઇટ્સ
  • ફ્લિપકાર્ટની બિગ બિલિયન ડેઝ સેલ ભારતમાં 23 સપ્ટેમ્બરથી
  • iPhone 16 Pro Max રૂ. 90,000 થી ઓછા ભાવે
  • અત્યારસુધીના સૌથી ઓછા ભાવે iPhone 16 મળશે
જાહેરાત

ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ ભારતમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સેલમાં ફ્લિપકાર્ટ દ્વારા iPhone 16માં ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે અને તે માન્યામાં ના આવે તે ભાવમાં ખરીદી શકાશે. માનવામાં આવે છે કે, અત્યારસુધીના સૌથી ઓછા ભાવે iPhone 16 મળશે.ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં ફ્લિપકાર્ટ દ્વારા તેના ઉત્પાદનો જેમકે, સ્માર્ટફોન, પીસી, લેપટોપ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS), વોશિંગ મશીન, સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ, રેફ્રિજરેટર્સ અને સ્માર્ટવોચ જેવા વિવિધ ઇલેક્ટ્રોનિક્સમાં ઓફર કરશે અને ડિસ્કાઉન્ટેડ ભાવે આપશે. આ સેલ દરમ્યાન ગ્રાહકોને કેશબેક ઑફર્સ અને એક્સચેન્જ બોનસનો પણ લાભ મળશે. હાલમાં જ કંપનીએ સેલ દરમ્યાન સ્ટાન્ડર્ડ iPhone 16 કયા ભાવે ઉપલબ્ધ થશે તે ખાસ ઓફર કિંમત જાહેર કરી છે.

આઇફોન 16 પર ઓફરની ફ્લિપકાર્ટની જાહેરાત

ફ્લિપકાર્ટ દ્વારા શરૂ થનારા બિગ બિલિયન ડેઝ સેલ પેજ અપડેટ જાહેર કરાયું છે અને તેમાં કંપનીએ આઇફોન 16 સ્માર્ટફોન રૂ. 51,999માં મળશે તેમ જણાવ્યું છે.

હાલમાં, 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે iPhone 16 નું બેઝ વેરિઅન્ટ Flipkart પર રૂ. 74,900 માં મળે છે આમ, Flipkart Big Billion Days Sale દરમિયાન, ફોન રૂ. 23,000 જેટલો કિફાયતી ભાવે મળશે. આ સાથે Axis Bank અને ICICI Bank ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોને વધારાનું 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

માઇક્રોસાઇટમાં "જે તમે જુઓ છો તે જ તમે ચૂકવો છો" અને "કોઈ શરતો લાગુ નથી" જેવી ટેગલાઇન પણ મૂકવામાં આવી છે. આ સાથે જ તેમાં એમ જણાવ્યું છે કે, ટેગ વધારાની બેંક ઑફર્સ શામેલ નથી જેનો ઉપયોગ ખરીદદારો પસંદગીની બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે કરી શકે છે.

Flipkart Big Billion Days Sale 2025 દરમિયાન iPhone 14 રૂ. 40,000થી ઓછી કિંમતે, iPhone 16 Pro Max રૂ. 90,000 થી ઓછા ભાવે અને iPhone 16 Pro રૂ. 70,000 થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે. ફ્લિપકાર્ટ દ્વારા દ્વારા આપવામાં આવનારી બેંક ઓફરોનો પણ આ ભાવમાં સમાવેશ થાય છે.

થોડા દિવસો અગાઉ જ ભારતમાં iPhone 17 સિરીઝ લોન્ચ થઈ છે ત્યારે iPhone 16 ની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. Apple ની સત્તાવાર વેબસાઇટ પર 128GB ઓનબોર્ડ સ્ટોરેજ છે ધરાવતા ફોનની કિંમત રૂ. 69,900 છે. લોન્ચ સમયે તેની કિંમત રૂ. 79,900 હતી, જ્યારે 256GB અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત અનુક્રમે રૂ. 89,900 અને 1,09,900 હતી.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »