Honor Magic 8 and Magic 8 Pro સ્માર્ટફોન હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
Photo Credit: Honor
ઓનર મેજિક 8 લાઇટ, ઓનર મેજિક 7 લાઇટનું સ્થાન લેશે
Honor Magic 8 and Magic 8 Pro સ્માર્ટફોન હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટ ફોનમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ ટૂંકમાં કંપની દ્વારા Honor Magic 8 Lite લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. Honor Magic 8 Liteમાં 6.79-ઇંચ AMOLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. તે સ્નેપડ્રેગન ચિપસેટ અને 7,500mAh બેટરી સાથે આવી શકે છે.Honor Magic 8 Lite સ્પેસિફિકેશન્સ,મળતી માહિતી પ્રમાણે Honor Magic 8 Liteમાં 6.79-ઇંચ ફ્લેટ 1.5K AMOLED ડિસ્પ્લે રહેશે અને ડ્યુઅલ સિમ (નેનો+eSIM) આપવામાં આવ્યું છે. તે MagicOS 9.0 પર ચાલે છે.
Honor Magic 8 Lite માં સ્નેપડ્રેગન ચિપસેટ, 8GB RAM અને 512GB ઓનબોર્ડ સ્ટોરેજ રહેશે. તે ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે લિસ્ટ કરાયો છે, જેમાં 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 5 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ સેન્સર શામેલ છે. તેમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. લિસ્ટિંગ મુજબ, Honor Magic 8 Liteના કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, Wi-Fi 6, Bluetooth 5.2, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. બોર્ડ પરના સેન્સરમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હોઈ શકે છે.
લિસ્ટિંગમાં Honor Magic 8 Lite 7,500mAh બેટરી સાથે બતાવવામાં આવ્યું છે. તેની સાઈઝ 161.9×76.1×7.76mm તેમજ તેનું વજન 189 ગ્રામ રહેશે. તે એકમાત્ર મિડનાઇટ બ્લેક કલરમાં લિસ્ટ કરાયો છે.
આ મહિનાની શરૂઆતમાં Honor Magic 8 અને Magic 8 Pro ચીનમાં લોન્ચ કરાયા છે. તે Android 16 પર આધારિત MagicOS 10 પર ચાલે છે. Honor Magic 8 નો ડિસ્પ્લે 6.58 ઇંચ છે. જ્યારે Magic 8 Pro માં 6.71 ઇંચનો ડિસ્પ્લે છે. તેમાં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ છે. બંનેમાં 50-મેગાપિક્સલ પ્રાથમિક સેન્સર અને 50-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે. તેઓ ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગે IP68, IP69 અને IP69K રેટિંગ છે. Honor Magic 8 Pro માં 7,200mAh બેટરી છે, જ્યારે Magic 8 મોડેલમાં થોડી નાની 7,000mAh બેટરી છે.
Honor Magic 8 lite , Honor X9d માં સુધારા સાથે આવી શકે છે. જે પસંદગીના બજારોમાં ઉપલબ્ધ છે. તે Honor Magic 7 લાઇટના અનુગામી તરીકે આવશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket