Honor Magic V Flip 2 દેખાવમાં મજબૂત દેખાઈ રહ્યો છે અને તે 5,500mAh બેટરીથી સજ્જ છે અને તેમાં 80w નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
Photo Credit: Honor
Honor Magic V Flip 2 IP58 અને IP59 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે
Honor Magic V Flip 2 સ્માર્ટ ફોનને ગુરુવારે ચીનમાં લોન્ચ કરાયો છે આ ફોલ્ડેબલ ફોન દેખાવમાં મજબૂત અને આકર્ષક દેખાઈ રહ્યો છે. તેમાં ફીચર્સ પણ જાણવા મળ્યા છે અને તે પ્રમાણે ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન 5,500mAh બેટરીથી સજ્જ છે અને તેમાં 80w નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Honor Magic V Flip 2 ફોનમાં 6.82 ઇંચની LTPO OLED ઇનર સ્ક્રીન અને ફોલ્ડ કરેલા ફોનમાં 4 ઇંચનું OLED LTPO કવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોન 16GB ની LPDDR5x રેમ અને 1TB સુધીની UFS 4.0 બિલ્ટ ઇન સ્ટોરેજથી સજ્જ છે. હાલમાં આ ફોન પ્રી ઓર્ડરથી ઓનરના ઈ સ્ટોરથી લઈ શકાશે. તેનું વેચાણ 28 ઓગસ્ટથી શરૂ થશે.
Honor Magic V Flip 2 ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર અને સાથે 16GB રેમ આપવામાં આવી છે. તેમાં, 5,500mAh બેટરી આપવામાં આવી છે અને ફોન 80w ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ, 50w ના વાયરલેસ ચાર્જિંગ અને 7.5w ના વાયરલેસ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Honor Magic V Flip 2 એન્ડ્રોઇડ 15 આધારિત MagicOS 9.0.1. પર ચાલશે.
6.82 ઇંચની LTPO OLED ઇનર ડિસ્પ્લેમાં રિફ્રેશ રેટ 120Hz, 5000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ અને 4320Hz અલ્ટ્રા હાઇ ફ્રિકવન્સી PWM ડિમિંગ રેટ આપવામાં આવ્યો છે. તેની 4 ઇંચની LTPO OLED આઉટર સ્ક્રીન આપવામાં આવી છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz અને 3840 Hz અલ્ટ્રા હાઇ ફ્રિકવન્સી PWM ડિમિંગ રેટ અને 3600 નિટ્સ સુધીની બ્રાઇટનેસ રહેશે. 200 મેગા પિક્સલનો આઉટવર્ડ ફેસિંગ કેમેરા, 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યા છે. અંદરની બાજુએ 50 મેગાપિક્સલ સેલ્ફી સ્નેપર છે અને અંદર અને બહારના કેમેરામાં 4k રિકોર્ડિંગની સગવડ છે. ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે અને ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP58 અને IP59 રેટિંગ મળ્યું છે. જ્યારે ખોલીએ ત્યારે ફોનનું માપ 167.1 ×86.5× 6.9mm છે જ્યારે તેનું વજન 193 ગ્રામ છે.
Honor Magic V Flip 2 સ્માર્ટફોનની કિંમત ચીનમાં 12GB રેમ અને 256GB વેરિઅન્ટની કિંમત CNY 5499 (લગભગ રૂ. 66,900) જ્યારે તેના 12GB રેમ એન e512GB સ્ટોરેજ ધરાવતા ફોનના CNY 5999 (લગભગ રૂ. 73000)અને 12GB રેમ અને 1TB સ્ટોરેજવાળા ફોનના CNY 6499 (લગભગ રૂ. 79,100) છે. ફોનમાં ડૉન પર્પલ, ડ્રીમ વિવર બ્લુ, મૂન શેડો વ્હાઇટ અને ટાઇટેનિયમ એર ગ્રે કલર આવે છે.
જાહેરાત
જાહેરાત