Honor X7c 5G ફોનનું ૨૦ ઓગસ્ટથી ખરીદી શકાશે

Honor X7c 5G સ્માર્ટફોનમાં 5,200mAh બેટરી આપવામાં આવી છે તેમજ તે 35W સુપરચાર્જ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Honor X7c 5G ફોનનું ૨૦ ઓગસ્ટથી ખરીદી શકાશે

Photo Credit: Honor

Honor X7c 5G ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપથી સજ્જ છે

હાઇલાઇટ્સ
  • Honor X7c 5G સ્નેપડ્રેગન 4 જેન પ્રોસેસર સાથે આવશે
  • Honor X7c 5G સ્માર્ટફોનમાં 5,200mAh બેટરી આપવામાં આવી છે
  • ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે
જાહેરાત

ચાઇનિઝ સ્માર્ટફોન ઉત્પાદક ઓનર દ્વારા વધુ એક ફોન ભારતીય બજારમાં મૂક્યો છે. 18 ઓગસ્ટ ફોન Honor X7c 5G લોન્ચ કરવામાં આવ્યો છે જેનું વેચાણ ૨૦ ઓગસ્ટથી શરૂ કરશે અને તેને એમેઝોન પરથી ખરીદી શકાશે ત્યારે ફોનના સ્પ્સિફિકેશન્સ અને તેની કિંમત અંગેની માહિતી જાણવા મળી છે. ફોન સ્નેપડ્રેગન 4 જેન પ્રોસેસર સાથે આવશે. ફોન બે કલર ફોરેસ્ટ ગ્રીન અને મૂનલાઇટ વ્હાઇટમાં આવશે અને ઇકો લેધર બેક સાથે ફોન ઘણો આકર્ષક દેખાય છે. તેમાં 5,200mAh બેટરી આપવામાં આવી છે તેમજ તે 35W સુપરચાર્જ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. પ્રથમ બે દિવસમાં ફોન ખરીદનાર માટે કંપનીએ ખાસ ઓફર ભાવની પણ જાહેરાત છે.

Honor X7c 5Gના સ્પેસિફિકેશન્સ

Honor X7c 5G ફોન 4nm સ્નેપડ્રેગન 4 Gen 2 ઓક્ટા-કોર ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે Adreno 613 GPU સાથે જોડાયેલ છે. આ સેટઅપ તેને ગેમિંગ, સ્ટ્રીમિંગ અને રોજબરોજના મલ્ટીટાસ્કિંગ માટે યોગ્ય બનાવે છે. ફોનમાં આઈઆર સેન્સર આપવામાં આવ્યું છે જેનાથી તમે ફોન દ્વારા એસી કે ટીવી દૂરથી ઓપરેટ કરી શકો છો. પાવર બટનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર છે.

ફોનમાં 5,200mAh બેટરી આપવામાં આવી છે અને 35Wના સુપર ચાર્જિંગને સપોર્ટ કરે છે.ડ્યુઅલ સીમ ધરાવતા આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત MagicOS 8.0 પર ચાલે છે. Honor X7c 5Gમાં 6.8 ઇંચની TFT LCD સ્ક્રીન આપવામાં આવી છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનમાં બ્રાઈટનેસ 850 નિટ્સ સુધીની રહેશે.

Honor X7c 5Gમાં કેમેરા સેટઅપ

ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં, 50 મેગાપિક્સલ f/1.8 પ્રાઇમરી શૂટર, 2 મેગાપિક્સલ f/2.4 ડેપ્થ સેન્સર સાથે રહેશે. પાછળની બાજુ સિંગલ LED ફ્લેશ છે. કેમેરા સેટઅપમાં પોટ્રેટ, નાઇટ, એપર્ચર, પીઆરઓ, વોટરમાર્ક અને HDR મોડ આપવામાં આવ્યા છે. ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ f/2.2 નો છે, જે હોલ-પંચ કટઆઉટમાં છે.

Honor X7c 5Gમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર જેમાં 300 ટકા હાઇ વોલ્યુમ મોડ આપવામાં આવ્યો છે. આથી તેને બહાર સાંભળતી વખતે વધુ સુવિધાજનક રહેશે.

Honor X7c 5Gની કિંમત

ભારતમાં Honor X7c 5Gની કિંમત હજુ જાહેર કરાઈ નથી પરંતુ, કંપનીએ તેના 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનની ખાસ લોન્ચ પ્રાઇઝ રૂ. 14,999 રાખી છે. 20 ઓગસ્ટે આ ફોન ભારતમાં વેચાણમાં આવશે અને આ ઓફર બે દિવસ માટે રાખવામાં આવી છે. એમેઝોન પરથી આ ફોન ખરીદી શકાશે. એમેઝોન દ્વારા આ ફોન ખરીદનાર માટે છ મહિના સુધીના નો-કોસ્ટ ઈએમઆઈના વિકલ્પની પણ ઓફર જાહેર કરી છે.

Honor X7c 5G અલ્ટ્રા પાવર સેવિંગ મોડ સાથે આવશે જેના કારણે માત્ર બે ટકા ચાર્જ પર 75 મિનિટ લાંબી વાતચીત કરી શકાશે. સિંગલ ચાર્જિંગ હેઠળ ફોન દ્વારા ૨૪ કલાક ફોન ઓનલાઈન સ્ટ્રીમિંગ, 18 કલાકના નાના વીડિયો જોઈ શકાશે તેમજ 59 કલાક મ્યુઝિક સાંભળી શકાશે. 46 કલાક કોલ પર વાતચીત પણ કરી શકાશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »