Honor X9c 5G નું ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા 12 જુલાઈથી વેચાણ
Photo Credit: Honor
ભારતમાં જેડ સાયન અને ટાઇટેનિયમ બ્લેક કલર વેરિઅન્ટમાં વેચાશે
Honor X9c 5G આ મહિનાનાં અંતમાં ભારતમાં રજુ કરાશે. કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે આ ફોનમાં 108-megapixel નો મુખ્ય રેર કેમેરા, a 6,600mAh બેટરી અને 1.5K કર્વ્ડ AMOLED display આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટ ભારતમાં માત્ર ભારતમાં આ ફોન ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા જ મળી શકશે. Honor X9b લોન્ચ કર્યા પછી Honor X9c 5G પણ ભારતીય બજારમાં મુકવામાં આવશે તેવું મનાય છે. Honor દ્વારા Honor X9c 5G 7 જુલાઈએ રજુ કરાશે. ફોન માત્ર એમેઝોન પર 12 જુલાઈથી મળી શકશે. તેમાં Jade Cyan અને Titanium Black કલર વિકલ્પો છે. આ ફોનમાં 8GB + 256GB RAM અને storage આપવામાં આવ્યું છે.
અન્ય દેશોમાં રજુ કરાયેલા Honor X9c 5G સમકક્ષ આ ફોન પણ Qualcomm's Snapdragon 6 Gen 1 ચિપસેટ અને એન્ડ્રોઇડ 15 આધારિત MagicOS 9.0 ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ હશે. તેમાં ક્રોસ એપ ફંક્શન સપોર્ટ માટે મેજીક પોર્ટલ ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં AI આધારિત ટુલ્સ જેમકે, AI મોશન સેન્સિંગ અને AI ઈરેસ પણ છે.
Honor X9c 5Gના કેમેરાની કામગીરી જોઈએ તો, 108-megapixel પ્રાથમિક રેર કેમેરા સેન્સર, f/1.7 aperture સાથે, 3x lossless zoom સાથે આવશે અને તે OIS અને EISને પણ સપોર્ટ કરશે. ફોન 6.78-inch કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને 1.5K રિસોલ્યુશન ધરાવે છે તેનો રિફ્રેશ રેટ 120Hz અને 3,840Hz PWM ડીમીન્ગ રેટ છે. ફોનમાં ફ્લિકર ફ્રી અને લો બ્લુ લાઈટ સ્ટાન્ડર્ડસ માટે TÜV Rheinland certifications મેળવવામાં આવ્યું છે.
ફોન 7.98mm જાડાઈ સાથે આવશે અને તેનું વજન 189 ગ્રામ રહેશે. Honor X9c 5G ફોનમાં 6600mAh સિલિકોન કાર્બન બેટરી અને 66w વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અપાયું છે. તે SGS drop resistance certification અને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP65M રેટિંગ ધરાવે છે. ફોનમાં ત્રિસ્તરીય વોટર રેઝીસ્ટન્સ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે જેના કારણે ફોનને કોઈપણ એંગલથી આવતા પાણીથી સુરક્ષા મળશે. હાથ ભીના હોય કે ચીકણા હશે તો પણ તે સારી કામગીરી આપશે.
ફોન -30 ડિગ્રીથી લઈને 55 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ તેની શ્રેષ્ઠ કામીગીરી આપવા ની ખાતરી આપે છે.
જાહેરાત
જાહેરાત