ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. અગ્રણી સ્માર્ટફોન પણ ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.
ભારતમાં 2023 માં iPhone 15 લોન્ચ થયો હતો.
ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ સેલમાં અનેક ઉત્પાદનો પર ભારે છૂટ જાહેર કરાઈ છે અને તેમાં અગ્રણી સ્માર્ટફોન પણ ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. સેલ હેઠળ પ્રાઇમ મેમ્બર એક દિવસ અગાઉ જ આ લાભ મેળવી શકે છે. સેલમાં ભાવમાં ઘટાડા ઉપરાંત બેંક ઓફર, એક્સચેન્જ ઓફર જેવા અન્ય લાભો પણ અપાશે. જેને iPhone 15 ખરીદવો હોય તો તે રૂ. 45,000 ની અંદર કેવીરીતે ખરીદી શકાય તેની આ લેખમાં માહિતી આપવામાં આવી છે.
ભારતમાં iPhone 15માં 2023માં લોન્ચ કરાયો હતો અને ત્યારે તેની કિંમત રૂ. 79,900 હતી. આ સ્માર્ટફોન સેલા રૂ. 59,990 માં લિસ્ટ કરાયો છે. આ સેલ દરમ્યાન એમેઝોન દ્વારા પણ અનેક ઓફર અપાઈ રહી હોવાથી આ ફોન ઘણા ઓછા ભાવે મળશે. આથી, જો ખરીદનાર iPhone 15 લેવા માટે SBI ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ વગેરે વિકલ્પ અપનાવે તો તેમને આ ફોન એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં ફોન માત્ર રૂ. 43,749 માં મળશે. એક્સચેન્જ ઓફરનો પણ વધારનો લાભ ગ્રાહક લઈ શકે છે. જે તે સ્માર્ટફોનની બ્રાન્ડ અને સ્થિતિ પર આધારિત રહેશે. જેને હાલમાં ચીકવણી ન કરવી હોય તે નો કોસ્ટ ઈએમઆઈનો પણ વિકલ્પ લઈ શક છે. આમ, અનેક ઓફર હેઠળ iPhone 15 ખરીદવો સરળ બન્યો છે. અગાઉ, OnePlus 13s અને OnePlus Nord 5 પરની ડીલ્સ વિશે માહિતી આપવામાં આવી હતી.
ત્યારે જો તમે તમારો સ્માર્ટફોન બદલવા ઇચ્છતા હોય કે નવો લેવા માંગતા હોય તો આ જ સમય છે. એમેઝોન એપલ, સેમસંગ, રિયલમી, શાઓમી, પોકો, વનપલ્સ સહિતની અનેક બ્રાન્ડના સ્માર્ટફોન પર આકર્ષક ઓફર લાવ્યું છે. તેમાં તમે અકલ્પનીય ભાવમાં સ્માર્ટફોન ખરીદી કરવાની તક મેળવી શકશો. સેલમાં માત્ર સ્માર્ટફોન જ નહીં પણ અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર પણ ભારે છૂટ આપવામાં આવી રહી છે. જેને ખરીદી કરવી હોય તેના માટે આ અવસર ચૂકવા જેવો નથી.
જાહેરાત
જાહેરાત