Photo Credit: Huawei
હુવેઇ પુરા 80 પ્રો+ ગ્લેઝ બ્લેક, ગ્લેઝ ગ્રીન, ગ્લેઝ રેડ અને ગ્લેઝ વ્હાઇટ શેડ્સમાં આવે છે
લોન્ચિંગ કર્યું જેમાં Huawei Pura 80, Huawei Pura 80 Pro અને Huawei Pura 80 Pro+ ની સાથે Huawei Pura 80 Ultra આ બધા જ વેરીયન્ટ નો સમાવેશ થાય છે. Huawei Pura 80 Ultra માં જોવા મળશે સ્વિચેબલ ટેલિફોટો સિસ્ટમ જેમાં 3.7x અને 10x ઓપ્ટિકલ ઝૂમ સાથે બે લેન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. Huawei ના નવા ચાર મોડેલ એટલે કે Huawei Pura 80, Huawei Pura 80 Pro અને Huawei Pura 80 Pro+ ની સાથે Huawei Pura 80 Ultra અનેક સિસ્ટમ તેમજ ફિચર્સ સાથે થયા લોન્ચ. Huawei Pura 80 Ultra માં જોવા મળશે સ્વિચેબલ ટેલિફોટો સિસ્ટમ જેમાં 3.7x અને 10x ઓપ્ટિકલ ઝૂમ સાથે બે લેન્સનો ઉપયોગ થયો છે.જાણો દરેક Huawei Pura ના ફિચર્સ,Huawei Pura 80 Pro+ અને Pro બંને વેરિઅન્ટમાં ultra માં આવેલ ફિચર્સ મળશે જેમાં ડિસ્પ્લે, ચિપસેટ, ઓએસ, બેટરી અને ચાર્જિંગ ફીચર્સ મળી રહેશે. આ મોડેલ ડ્યુઅલ સેટેલાઇટ કોમ્યુનિકેશન( Beidou અને Tiantong) સિસ્ટમ્સને સપોર્ટ કરે છે. આ મોડેલમાં ઓપ્ટિક્સ માટે, કેમેરા સિસ્ટમમાં 4x ઓપ્ટિકલ ઝૂમ ક્ષમતાવાળા Pro મોડેલ્સ મળશે.
Huawei Pura 80 Ultra ની ડિસ્પ્લે જોવા જઈયે તો તેમાં 6.8-ઇંચ ફુલ-HD+ (1276x2878 પિક્સેલ્સ) LTPO OLED ડિસ્પ્લે જોવા મળશે. 120Hz સુધી રિફ્રેશ રેટ, 1,440 Hz PWM ડિમિંગ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ સાથે આવશે આમાં HarmonyOS 5.1 પણ આવશે.
કેમેરામાં ટેલિફોટો કેમેરા સિસ્ટમ આવશે જે 3.7x અને 9.4x ઓપ્ટિકલ ઝૂમ સાથે બે ટેલિફોટો લેન્સ, સેન્સર-શિફ્ટ OIS સાથે કામ કરશે. 40-MP નો અલ્ટ્રાવાઇડ શૂટર, 1.5-MP નો રેડ મેપલ સ્પેક્ટ્રલ કેમેરા જે 13-MP નો ફ્રન્ટ કેમેરા સેન્સર મળશે. ફોનમાં 1-ઇંચનો 50-MP નો મુખ્ય કેમેરા મળશે. 5,700mAh બેટરી ક્ષમતા સાથે 100W વાયર્ડ 80W એમ બે પ્રકારના વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે.
Huawei Pura 80 Pro+ ની કિંમત 16GB + 512GB માટે CNY 7,999 (રૂ. 95,100) અને 16GB + 1TB માટે CNY 8,999 (રૂ.1,07,000) છે. Huawei Pura 80 Pro ની કિંમત 12GB + 256GB સ્ટોરેજ મૉડલ માટે CNY 6,499 (રૂ. 77,300) છે, જ્યારે 12GB + 512GB અને 12GB + 1TB વેરિઅન્ટ અનુક્રમે CNY 6,999 (રૂ. 83,200) અને CNY 7,999 (રૂ. 95,100) છે. Huawei Pura 80 Ultra ની કિંમત CNY 9,999 (રૂ. 1,18,900) અને દરેક સ્ટોરેજ ક્ષમતા મુજબ અલગ અલગ રહેશે જેમાં 16GB + 512GB અને 16GB + 1TB RAM માટે CNY 10,999 (રૂ. 1,30,800) છે.
આ દરેક મોડેલ હાલમાં ચીનમાં Huawei VMall દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે.
જાહેરાત
જાહેરાત