16 ઓગસ્ટે રજૂ થનાર Infinix Hot 60i 5G ફોન ડાયમેન્સિટી 6400 પ્રોસેસર સાથે આવશે
Photo Credit: Flipkart
Infinix Hot 60i 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને મેટ ફિનિશ બેક પેનલ હશે
Infinix Hot 60i 5G ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. કંપનીએ આ અંગે ખાસ ટીઝર પણ બહાર પાડ્યું છે જેમાં તેના મુખ્ય ફીચર્સ અને અન્ય બાબતોની જાણકારી સામે આવી છે. 16 ઓગસ્ટે રજૂ થનાર Infinix Hot 60i 5G ફોન ડાયમેન્સિટી 6400 પ્રોસેસર સાથે આવશે અને તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના ટીઝરમાં ફોનની રીઅર ડિઝાઇન જોઈ શકાય છે. આ ઉપરાંત બેટરી અને ભાવ અંગે માહિતી મળી છે. ગયા મહિને જ કંપનીએ બાંગ્લાદેશમાં Infinix Hot 60i 4G લોન્ચ કર્યો હતો. જેમાં મીડિયાટેક હીલિયો ચિપ આપવામાં આવી છે.
Infinix Hot 60i 5G ફોન એન્ડ્રોઇડ 15 આધારિત XOS 15 પર ચાલશે. ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6400 પ્રોસેસરથી સજ્જ છે અને તેનું ડિસ્પ્લે 6.75 ઇંચ HD+ રિસોલ્યુશન સાથે અને રિફ્રેશરેટ 120 Hz સાથે આવશે. 6000 mAh બેટરી પણ આ ફોનમાં આપવામાં આવી છે. ફોનની બેટરી થકી 128 કલાક સુધીનું મ્યુઝિકનો લાભ ઉઠાવી શકાશે તેવો પણ કંપનીની દાવો કરે છે.
ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે અને તેનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સર અને ડ્યુઅલ એલઇડી ફ્લેશ લાઇટ સાથે આવશે. તેમાં HDR મોડ અને પેનોરમા મોડ પણ આપવામાં આવ્યા છે. કેમેરા આઈસલેન્ડ લંબચોરસ શેપમાં અને તેની રીઅર પેનલ મેટ ફિનિશમાં જોઈ શકાય છે.
Infinix Hot 60i 5G ફોનને ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IP64 રેટિંગ મળી શકે છે. આ ઉપરાંત, ફોનમાં અન્ય ફીચર્સ જોઈએ તો, AI આધારિત કામ માટે વન ટેપ ઇન્ફિનિક્સ AI ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં બ્લૂટૂથ દ્વારા વોકી ટોકીની કનેક્ટિવિટી આપવામાં આવી છે.
ફ્લિપકાર્ટ દ્વારા 16 ઓગસ્ટથી આ ફોનનું વેચાણ શરૂ કરાશે અને તે માટે તેની એક સમર્પિત માઇક્રોસાઇટ શરૂ કરાઇ છે. મળતી માહિતી પ્રમાણે આ ફોન ચાર કલર શેડો બ્લુ, મોન્સુન ગ્રીન, સ્લિક બ્લેક અને પ્લમ રેડમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેના Infinix Hot 60i 4Gને બાંગ્લાદેશમાં લગભગ રૂ. 10,000 ની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યું હતું અને હાલમાં ભારતમાં રજૂ થનારા Infinix Hot 60i 5Gની કિંમત તેના કરતા ચોક્કસ થોડી વધુ રહેશે તેમ જણાઈ રહ્યુ છે. ફોન ફ્લિપકાર્ટ ઉપરાંત કંપનીની વેબસાઇટ દ્વારા પણ ખરીદી શકાશે.
જાહેરાત
જાહેરાત