એમેઝોનની સાથે જ ફ્લિપકાર્ટ પર પણ GOAT Sale 2025 12 જુલાઈથી શરૂ થયું છે iPhone 16ની કિંમતમાં પણ તેમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે
Photo Credit: Apple
ભારતમાં 79,900 રૂપિયાની કિંમત સાથે બેઝ 128GB iPhone 16 નું અનાવરણ કરવામાં આવ્યું
iPhone 16 લેવા માટે અનેક લોકો જે સેલની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગયું છે અને તે બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે હાલમાં લઈ શકાય છે. આ સાથે iPhoneના અન્ય સ્માર્ટફોનમાં પણ ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. iPhone 16 ના 128GB રેમ ધરાવતો ફોન જ્યારે ભારતમાં લોન્ચ થયો ત્યારે તેની કિંમત રૂ. 79,900 હતી. પરંતુ હાલમાં તે રૂ. 69,999માં ખરીદી શકાય છે. હાલમાં ચાલી રહેલા ફ્લિપકાર્ટના GOAT Sale 2025માં iPhone 16 આ ફોન આટલી ઓછી કિંમતે મળશે. અત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને ઈ કોમર્સ સ્ટોર દ્વારા સેલ રજૂ કરાયું છે. જેમાં ઘણા સ્માર્ટફોન ઓછી કિંમતે ખરીદવાનો મોકો આપી રહી છે..
iPhone 16માં A18 ચિપસેટ આપવામાં આવી છે અને તેનો ડિસ્પ્લે 6.1 ઇંચ સુપર રેટિના XDR OLED અને સાથે તેની બ્રાઇટનેસ 2,000 નિટ્સ સુધીની છે. તેનો કેમેરા એકદમ દમદાર બનાવવામાં આવ્યો છે અને તેનો પ્રાઇમરી રિયર કેમેરા 48 મેગાપિક્સલ, સાથે 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈલ્ડ શૂટર અને ફ્રન્ટમાં 12 મેગાપિક્સલ ધરાવતું ટ્રુડેપ્થ સેંસર છે. ફોનમાં ધૂળ અને પાણી સામે સુરક્ષાના પરિમાણો જોઈએ તો, IP68 રેટિંગ પ્રાપ્ત થયું છે. ફોનની કનેક્ટિવિટી જોઈએ તો, તે 5G, 4G LTE, Wi-Fi 6E, બ્લૂટૂથ, જીપીએસ, એનએફસી અને સી ટાઇપ યુએસબી પોર્ટને સપોર્ટ કરે છે.
એમેઝોનની સાથે જ ફ્લિપકાર્ટ પર પણ GOAT Sale 2025 12 જુલાઈથી શરૂ થયું છે અને આ સેલ 17 જુલાઈ સુધી ચાલશે. iPhone 16માં આ ઘટાડેલી કિંમતનો લાભ સેલ દરમ્યાન લઈ શકશે. એટલું જ નહીં તેમાં વધારામાં રૂ. 3,000ની બેંક ઓફર ઉમેરતા ફોન વધુ ઘટાડેલી કિંમતે મળશે. હાલમાં, 128GB વાળા iPhone 16ની કિંમત રૂ. 79,900 છે અને હાલમાં તે સેલ દરમ્યાન રૂ. 9,901 ડિસ્કાઉટમાં મળી રહ્યો છે. આમ, તે સેલમાં રૂ. 69,999માં મળશે. માત્ર આ ફોનમાં જ નહીં પણ iPhoneના અન્ય ફોનમાં પણ ભારે ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. તેમાં iPhone 16ના 256GB સ્ટોરેજનો ફોન કે જે રૂ. 89,900નો છે તે હાલમાં સેલ દરમ્યાન રૂ. 81,999માં ખરીદી શકાશે.
સેલમાં iPhone 16ના 512GB સ્ટોરેજવાળા ફોનની કિંમત જે વાસ્તવમાં રૂ. 1,09,900 છે તે રૂ. 99,999માં મળી રયો છે. આટલું જ નહીં તેના iPhone 15ના ભાવ પણ ઘટાડીને સેલમાં રજૂ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2024માં જ્યારે iPhone 16 પ્લસ, iPhone 16 પ્રો and iPhone 16 પ્રો મેક્સ રાજુ કરાયા ત્યારે જ iPhone 16 માં is 256GB અને 512GB સ્ટોરેજના વિકલ્પને બજારમાં મૂકવામાં આવ્યા હતા
જાહેરાત
જાહેરાત