iPhone 17 સિરીઝના ફોનની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે.

લોન્ચ પછી iPhone 17 સિરીઝના ફોનની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. 500 ફોન ડિલીવર થાય તો તેમાં 50 જેટલા iPhone 17 Pro જ્યારે iPhone 17 Pro Max તો 10 જે હોય છે.

iPhone 17 સિરીઝના ફોનની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે.

Photo Credit: Apple

ભારતમાં iPhone 17 ની કિંમત 256GB ના બેઝ વેરિઅન્ટ માટે 82,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે

હાઇલાઇટ્સ
  • iPhone 17 સિરીઝના ફોનની શોર્ટેજ સર્જાઈ
  • કંપનીએ 19 સપ્ટેમ્બરથી તેની ડિલિવરી કરાશે તેવી જાહેરાત કરી હતી
  • iPhone Air ની ડિલિવરીમાં પણ વિલંબ જોઈ શકાય છે
જાહેરાત

એપલ દ્વારા તેના iPhone 17 સિરીઝના ફોનની ડિલિવરી 19 સપ્ટેમ્બરથી શરૂ કરશે તેમ જણાવ્યું હતું પરંતુ તેના આ સિરિઝના ફોનની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમાં, પૂરતો પુરવઠો નહીં હોવાની જાણકારી મળી છે. અત્રે એ ઉલ્લેખનીયછે કે, એપલે તેના iPhone 17 સિરીઝના ફોન iPhone 17, iPhone 17 Pro Max, and iPhone Air ગયા સપ્તાહે લોન્ચ કર્યા હતા અને તેમાં પ્રી ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ કર્યા હતા. કંપનીએ 19 સપ્ટેમ્બરથી તેની ડિલિવરી કરાશે તેવી જાહેરાત કરી હતી. જો કે, દરેકને તેમના ફોન સમયરેખા પ્રમાણે મળી શકશે નહીં કેમકે, હાલમાં કંપની માલની અછત અનુભવી રહી છે અને તેના રિટેઇલર પાસે પૂરતી માત્રામાં સ્ટોક નથી. આથી તેની સમયસર ડિલિવરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

iPhone 17 સિરીઝ, iPhone Air માં માલની અછત

એક અહેવાલ પ્રમાણે એપલનું ભારતમાં રિટેલ નેટવર્કનો વ્યાપ વધી રહ્યું છે અને તેને કારણે સ્ટોર દીઠ તેના ફોનની ફાળવણી ઘટી રહી છે. તેની અસર iPhone 17 સિરીઝ અને આઇફોન એરની ડિલિવરીમાં થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે ભારતમાં iPhone સિરીઝના ઉત્પાદનમાં પ્રાથમિકતા તેન બેઝ મોડેલ્સ પર આપવામાં આવી છે અને તેના iPhone 17 Pro Max અને iPhone Air ના ઉત્પાદન ક્ષમતામાં વધારો થોડા અઠવાડિયા પછી કરવાનું આયોજન હતું. જો 500 ફોન ડિલીવર થાય તો તેમાં 50 જેટલા iPhone 17 Pro જ્યારે iPhone 17 Pro Max તો 10 જે હોય છે. iPhone Air ની ડિલિવરીમાં પણ વિલંબ જોઈ શકાય છે અને તેના બેઝ વેરિઅન્ટમાં લાઇટ ગોલ્ડ સહિત અન્ય કલરના ફોન 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરની વચ્ચે શિપ થવાની ધારણા છે. iPhone 17 Pro Maxની ડિલિવરીનો સમય તો તેનાથી પણ વધી શકે છે અને તે 6 ઓક્ટોબરથી લઈ 11 ઓક્ટોબર દરમ્યાન ઉપલબ્ધ થશે તેમ જણાય છે.

512GB અને 1TB સ્ટોરેજ ધરાવતા ફોન તો હાલમાં મળવા મુશ્કેલ છે. તેને ખરીદવા જો ગ્રાહક રિટેલ સ્ટોરમાં જાય તો હજુ વધુ વિલંબ થશે તેમ લાગી રહ્યું છે. 256GB સ્ટોરેજ ધરાવતા વેનીલા iPhone દિલ્હી જેવા મેટ્રોપોલિટન શહેરમાં 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરની વચ્ચે થઈ શકે છે. અન્ય ડિલિવરી પણ રંગ અને સ્ટોરેજને આધારે તે દરમ્યાન થવાની શક્યતા છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »