આઇફોન 17, આઇફોન એર, આઇફોન 17 પ્રો અને 17 પ્રો મેક્સ લોન્ચ કરાયા
Photo Credit: Apple
iPhone 17 પાંચ રંગોમાં ઉપલબ્ધ છે
એપલના 'Awe Dropping' ઇવેન્ટ દરમ્યાન કંપનીના સીઈઓ ટિમ કૂક દ્વારા નવા iPhone 17 બેઝ મોડલની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં A19 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોસેસરની મદદથી, તમને ફક્ત સારું પ્રદર્શન જ નહીં મળે પણ બેટરી બેકઅપ પણ વધશે અને તે iOS 26 પર ચાલશે. તેના કેમેરામાં અપગ્રેડ કરાયું છે સાથે જ તે તેના અગાઉના ફોનની જેમ એપલ ઇન્ટેલિજન્સને સપોર્ટ કરે છે.iPhone 17 ની કિંમત,iPhone 17 બેઝ વેરિઅન્ટ 256GB સ્ટોરેજ સાથે આવશે અને તેની $799 (આશરે રૂ. 70,400) થી શરૂ થાય છે. તેમાં 512GB સ્ટોરેજ સાથેની કિંમત રૂ. 82,900 નક્કી કરવામાં આવી છે. iPhone 17 હેન્ડસેટ લવંડર, મિસ્ટ બ્લુ, સેજ, સફેદ અને કાળા રંગમાં મળશે. iPhone 17 માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને વૈશ્વિક સ્તરે ડિલિવરી 19 સપ્ટેમ્બરથી વૈશ્વિક સ્તરે શરૂ થશે.
iPhone 17 A19 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને iOS 26 પર ચાલે છે. એપલે સ્ટોરેજમાં પણ વધારો કર્યો છે, જેમાં બેઝ સ્ટોરેજ 256GB છે. તેમાં 16 કોર ન્યુરલ એન્જિન છે, જેના કારણે ફોન સારું પ્રદર્શન કરી શકશે તેમાં મેમરી બેન્ડવિડ્થમાં વધારો તેમજ AI મોડલ્સના ઉપયોગ સમયે ઓછી એનર્જીનો વપરાશ જેવા કામ થશે. CPU પ્રદર્શન iPhone 16 ની તુલનામાં 40 ટકા ઝડપી હોવાનો દાવો કરવામાં આવે છે.
iPhone 17 ડ્યુઅલ સિમ ધરાવે છે. તેમાં 6.3 ઇંચનો મોટો સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે અને રિફ્રેશ રેટ 120Hz સુધી મળશે. તે ધૂળ અને પાણી સામે સુરક્ષા સામે IP68 રેટિંગ ધરાવે છે.
iPhone 16ની સરખામણીએ iPhone 17 આઠ કલાક વધુ બેટરી લાઈફ આપી શકે છે. તેમાં 10 મિનિટના ચાર્જિંગથી આઠ કલાક ફોન ચાલી શકશે તેમ પણ કહેવાય છે.
ફોનના કેમેરાની વાત કરીએ તો, તે ડ્યુઅલ રીઅર કેમરા સાથે આવશે. f/1.6 એપરચર અને સેન્સર શિફ્ટ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 48 મેગાપિક્સલ ફ્યુઝન મુખ્ય કેમેરા દ્વારા હેડલાઇન કરવામાં આવે છે. આ સેન્સર 52mm ફોકલ લેન્થવાળા 2X ટેલિફોટો કેમેરા તરીકે પણ કામ કરી શકે છે. તેની સાથે f/2.2 એપરચર અને મેક્રો ક્ષમતાઓ સાથે 48 મેગાપિક્સલનો ફ્યુઝન અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. આગળની બાજુ 18 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત