એપલના નવા iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનું અનાવરણ

ભારતમાં, iPhone 17 Pro ની કિંમત રૂ. 1,34,900 થી અને 17 Pro Max ની કિંમત રૂ. 1,49,900 થી શરૂ થાય છે.

એપલના નવા iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનું અનાવરણ

Photo Credit: Apple

એપલના આઇફોન 17 પ્રો મોડેલ્સ આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ પછી આવ્યા છે

હાઇલાઇટ્સ
  • iPhone 17 Pro એપલની A19 પ્રો ચિપ સાથે આવશે
  • નવા લોન્ચ કરાયેલા આ પ્રો મોડેલમાં ઘણા અપગ્રેડ અને નવા ફીચર્સ
  • iPhone 17 Pro માં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ
જાહેરાત

એપલના નવા iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનું કંપનીના સીઈઓ ટીમ કૂક દ્વારા ‘ઑ ડ્રોપિંગ' ઇવેન્ટ દરમ્યાન અનાવરણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં બેઝ મોડેલ iPhone 17 અને iPhone એર સાથે તે બજારમાં આવશે. iPhone 17 Pro એપલની A19 પ્રો ચિપ સાથે આવશે અને તે iOS 26 પર ચાલશે નવા લોન્ચ કરાયેલા આ પ્રો મોડેલમાં ઘણા અપગ્રેડ અને નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. બંને ડિવાઇસ એપલ ઇન્ટેલિજન્સ સ્યુટમાં તમામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સને સપોર્ટ કરશે.

iPhone 17 Pro અને iPhone 17 Pro Maxની કિંમત અને તેની પ્રાપ્યતા

અમેરિકામાં iPhone 17 Pro ની કિંમત 256GB સ્ટોરેજ સાથે $1,099 થી શરૂ થાય છે, જ્યારે iPhone 17 Pro Max 256GB સ્ટોરેજ સાથે $1,199 થી શરૂ થાય છે. ભારતમાં, iPhone 17 Pro ની કિંમત રૂ. 1,34,900 થી અને 17 Pro Max ની કિંમત રૂ. 1,49,900 થી શરૂ થાય છે. તે કોસ્મિક ઓરેન્જ, ડીપ બ્લુ અને સિલ્વર કલરમાં મળશે. iPhone 17 Pro અને iPhone 17 Pro Max માટે 12 સપ્ટેમ્બરથી પ્રી બુકિંગ કરી શકાશે. અને તે 19 સપ્ટેમ્બરથી વૈશ્વિક સ્તરે મળી શકશે.

iPhone 17 Proના સ્પેસિફિકેશન્સ

iPhone 17 Proના તમામ વેરિયન્ટમાં નવી A19 Pro ચિપસેટ આપવામાં આવી છે. એપલના જણાવ્યા પ્રમાણે આ "સૌથી સક્ષમ" iPhone ચિપ બની રહેશે. iPhone 17 Pro માં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે. જેનાથી ફોન ગરમ થતો ટાળી શકાશે. iPhone 17 Pro માં 120Hz સુધી ProMotion સાથે 6.3 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જ્યારે 17 Pro Max માં 6.9 ઇંચ ડિસ્પ્લે છે. સિરામિક શીલ્ડ 2 આપવામાં આવ્યું છે. જે ફોનને વધુ મજબૂત બનાવશે. તેમાં 3,000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ મળી શકશે. બંને ફોન iOS 26 પર ચાલશે.
iPhone 17 પ્રો મેક્સમાં " અત્યાર સુધીની શ્રેષ્ઠ બેટરી લાઇફ" રહેશે અને તે 20 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થાય છે.

કેમેરા સેટઅપ

iPhone 17 Pro સિરીઝમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી શૂટર, 48 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ સેન્સર અને 48 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. પ્રથમવાર iPhone ના બેક કેમેરામાં સમાન 48 મેગાપિક્સલ રિઝોલ્યુશન છે. ફ્રન્ટ કેમેરા 18 મેગાપિક્સલ સાથે આવશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »