આઇફોન દ્વારા ટોપ એન્ડ મોડેલ તરીકે iPhone 17 Pro Max આ સપ્ટેમ્બરમાં રાજુ કરવામાં આવે તેવી ધારણા છે

iPhone 17 Pro Max માં બેટરી અપગ્રેડ કરી 5000 mAh કરાશે.

આઇફોન દ્વારા ટોપ એન્ડ મોડેલ તરીકે iPhone 17 Pro Max આ સપ્ટેમ્બરમાં રાજુ કરવામાં આવે તેવી ધારણા છે

iPhone 16 Pro Max એ કંપનીનો વર્તમાન ફ્લેગશિપ સ્માર્ટફોન છે

હાઇલાઇટ્સ
  • iPhone 17 Pro Max આ સપ્ટેમ્બરમાં રાજુ કરવામાં આવે તેવી ધારણા છે
  • iPhone 17 Pro Max ને તેના અગાઉના તમામ હેન્ડસેટ કરતાં અપગ્રેડ બેટરી મળી
  • Phone 17 Proના મોડેલ નવી વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમથી પણ સજ્જ કરાયા છે
જાહેરાત

iPhone 17 Pro Max ને તેના અગાઉના તમામ હેન્ડસેટ કરતાં અપગ્રેડ બેટરી મળી શકે છે અને 5000 mAh બેટરીથી સજ્જ કરાશે. તેની આ મોટી બેટરીને કારણે તે એક જ વારના ચાર્જમાં વધુ સમય સુધી ચાલી શકશે. આઇફોન દ્વારા ટોપ એન્ડ મોડેલ તરીકે iPhone 17 Pro Max આ સપ્ટેમ્બરમાં રાજુ કરવામાં આવે તેવી ધારણા છે. મળતી માહિતી પ્રમાણે તેના હાલના ફ્લેગશિપ ફોન iPhone 16 Pro Max કરતા તેમાં બેટરી અપગ્રેડ થઈ શકે છે. જેની ક્ષમતા વધારીને 5,000mAh કરાશે. જે ક્યુપરટીનો આધારિત ટેક જાયન્ટ iPhoneના લાઇનઅપમાં પહેલો ફોન હશે. તેમાં, A19 Pro chip આપવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ તેની રેમ 12GB રહેશે. આ ચિપને TSMCની થર્ડ જનરેશન 3nm પ્રોસેસ કે જેને N3P તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરીને બનાવાઈ છે.

iPhone 17 Pro Max બેટરી અપગ્રેડ

એક ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo ના આધારે માહિતી જોઈએ તો, તેમાં આગામી iPhone માં બેટરીમાં ફેરફાર હોવાનું જણાવાયું છે. જે વધારીને 5,000mAh કરાશે તેવી શક્યતા છે, જો આમ થાય તો તે Apple iPhone માટે પ્રથમ વાર હશે.

સાધારણરીતે ક્યુપર્ટીનો આધારિત ટેક જાયન્ટ Apple ક્ષમતા કરતા સ્ક્રીન ટાઇમ જાહેરાત કરવાનું પસંગ કરે છે ત્યારે iPhone 16 Pro Max માં 4,676mAh બેટરી હોવાનું જાણવા મળે છે, અને કંપનીના જણાવ્યા પ્રમાણે તે એક જ વારના ચાર્જમાં ૩૩ કલાક વીડિયો પ્લેબેક અને ૧૦૫ કલાક સુધીનો ઓડિયો પ્લેબેક આપી શેકે છે.

આમ, iPhone 17 Pro Maxમાં વધુ કાર્યક્ષમ બેટરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આમ જેટલી મોટી બેટરી તેટલા વધુ કલાકનો વપરાશ સિંગલ ચાર્જમાં કરી શકાશે. અને જો આ અફવા સાચી પડે તો, અત્યારસુધીના એપલ આઈફોન સ્માર્ટફોનની યાદીમાં અગાઉના તમામ ફોનને તે પાછળ છોડી દેશે.

iPhone 17 Proના મોડેલ નવી વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમથી પણ સજ્જ કરાયા છે. કંપની હાલમાં ગરમી વિસર્જન માટે ગ્રેફાઇટ શીટનો ઉપયોગ કરે છે. જેના કારણ અંગે જાણીએ તો, A19 SoCમાં ગ્રાફિક ઇન્ટેન્સિવ વર્કલોડ કે AI ઇન્ટરફેસ દરમ્યાન નોંધપાત્ર ગરમી પેદા થાય છે.

એપલ દ્વારા રજૂ કરનારા આઇફોનની કાર્યક્ષમતામાં પણ વધારો થશે તેવી ધારણા છે. કેમ કે, લીક થયેલ ગીકબેન્ચ લિસ્ટિંગમાં iPhone 17 Pro અને iPhone 17 Pro Max નો સ્કોર અનુક્રમે 4,000 અને 10,000 થઈ વધુ છે. તેમાં, A19 Pro chip આપવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ તેની રેમ 12GB રહેશે. આ ચિપને TSMCની થર્ડ જનરેશન 3nm પ્રોસેસ કે જેને N3P તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરીને બનાવાઈ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »