આઈફોનનો સૌથી પાતળો ફોન iPhone Air લોન્ચ કરાયો છે. સલીમ ડિઝાઇન સાથે તેમાં ફીચર્સ પણ દમદાર આપવા આવ્યા છે
Photo Credit: Apple
આઇફોન એર ચાર રંગોમાં ઉપલબ્ધ છે
આઈફોનનો સૌથી પાતળો ફોન iPhone Air લોન્ચ કરાયો છે. સલીમ ડિઝાઇન સાથે તેમાં ફીચર્સ પણ દમદાર આપવા આવ્યા છે. કંપનીએ તેના પ્લસ વેરિયન્ટને રિપ્લેસ કરી iPhone Air રજૂ કર્યો છે. તેમાં iPhone 17માં રહેલી તમામ વિશેષતાઓ છે. એકદમ પાતળા ફોનની શ્રેણીમાં આ iPhone Air મોડેલ સેમસંગ ગેલેક્સીના S25 એજ સાથે સ્પર્ધા કરશે. ફોન A19 ચિપસેટ સાથે આવશે અને તે એપલ ઈન્ટેલિન્સને સપોર્ટ કરશે.
iPhone Air એપલનું અત્યાર સુધીનું સૌથી પાતળું iPhone મોડેલ છે, તેમ કંપની જણાવે છે. તેની જાડાઈ 5.6mm છે. તેને 80 ટકા રિસાયકલ ટાઇટેનિયમ મટિટિયલમાંથી બનાવવામાં આવ્યું છે. હેન્ડસેટમાં આગળ અને પાછળ સિરામિક સીલ્ડ 2 આપવામાં આવ્યું છે જે તેને મજબૂતી આપશે.
iPhone Air ની પ્રો મોડેલ્સની જેમ જ A19 Pro ચિપ દ્વારા સંચાલિત છે, જેમાં છ કોર સીપીયુ, છ કોર જીપીયુ અને 16કોર ન્યુરલ એન્જિન છે. તેમાં સેકન્ડ જનરેશન ડાયનેમિક કેશિંગ ફીચર પણ છે જેનાથી મેથ રેટ અને યુનિફાઇડ ઇમેજ કમ્પ્રેશનમાં વધારો થાય છે. ફોન Apple Intelligence સુવિધાઓને પણ સપોર્ટ કરે છે. તેમાં Apple ની નવી N1 ચિપ રહેશે જેના કારણે Wi-Fi 7, Bluetooth 6 અને થ્રેડને પાવર મળશે. તેમાં C1X મોડેમ અપાયું છે જેને કારણે તેને C1 મોડેમની તુલનામાં બમણી ઝડપી નેટવર્કિંગ ગતિ પણ મળી રહેશે તેવો પણ કંપની દાવો કરી રહી છે.
iPhone Airમાં સેન્સર- શિફ્ટ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન, f/1.6 એપરચર અને 2X ટેલિફોટો ક્ષમતાઓ સાથે 48 મેગાપિક્સલ ફ્યુઝન મુખ્ય કેમેરા છે અને 18 મેગાપિક્સલ સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરા છે.
iPhone Air ની કિંમત અને ઉપલબ્ધતા
iPhone Air ના બેઝ વેરિઅન્ટમાં 256GB સ્ટોરેજ રહેશે અને તેની $999 (આશરે રૂ. 88,100 રાખવામાં આવી છે. તેમાં 512GB અને 1TB સ્ટોરેજ સાથે પણ ફોન મળશે. તેમાં સ્કાય બ્લુ, લાઇટ ગોલ્ડ, ક્લાઉડ વ્હાઇટ અને સ્પેસ બ્લેક કલર મળશે.
ભારતમાં iPhone Air ના બેઝ મોડલની કિંમત રૂ. 1,19,900 થી શરૂ થાય છે. જ્યારે તેના 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 1,39,900 તેમજ તેના 1TB સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ. 1,59,900 છે. ફોનને 12 સપ્ટેબરથી પ્રી બુક કરી શકાશે અને તેની ડિલિવરી 19 સપ્ટેમ્બરથી ચાલુ થશે.
જાહેરાત
જાહેરાત