iQOO 15 ફોન ઓક્ટોબરમાં ચીનમાં રજૂ કરાશે

iQOO 15માં iQOOની જાતે વિકસાવેલી ગેમિંગ ચિપ આપવામાં આવશે

iQOO 15 ફોન ઓક્ટોબરમાં ચીનમાં રજૂ કરાશે

Photo Credit: iQOO

iQOO 13 ભારતમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું

હાઇલાઇટ્સ
  • ફોન 7000mAh બેટરી અને 100w ચાર્જિંગથી સજ્જ
  • ગયા વર્ષે લોન્ચ થયેલા iQOO 13 અનુગામી બની રહે તેવી ધારણા છે
  • iQOO 15માં ડિસ્પ્લે 6.85 ઇંચ એમોલ્ડ રહેશે
જાહેરાત

iQOO 15 લોન્ચ થવા જઈ રહ્યો છે અને તેના સ્પેસિફિકેશન અંગેની કેટલીક વિગતો પણ જાણવા મળી છે. મળતી માહિતીની જો સાચી માનીએ તો iQOO 15 ફોન ઓક્ટોબરમાં ચીનમાં રજૂ કરાશે. iQOO 15માં ક્વાલકોમનું આવી રહેલું સ્નેપડ્રેગન 8 એલાઇટ 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ તેને iQOO 15 પ્રો મોડેલ અથવા તો iQOO 15 અલ્ટ્રા મોડેલ સાથે રજૂ કરાશે તેવું મનાઈ રહ્યું છે. તેના ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 2k રિસોલ્યુશન હોવાની શક્યતા છે. આ ફોન તેના અગાઉ ગયા વર્ષે લોન્ચ થયેલા iQOO 13 અનુગામી બની રહે તેવી ધારણા છે.

iQOO 15ના સ્પેસિફિકેશન્સ

iQOO 15માં સ્નેપડ્રેગન 8 એલાઇટ 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ચિપસેટ સાથે આવનારા ફોનમાં આ પ્રારંભિક હોઈ શકે અને તેની જાહેરાત આગામી મહિને થઈ શકે છે. iQOO 15માં ઇન ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર સુવિધા સાથે આવશે. iQOO 15માં ડિસ્પ્લે 6.85 ઇંચ એમોલ્ડ રહેશે. ફોન 7000mAh બેટરી અને 100w ચાર્જિંગથી સજ્જ રહેશે. ફોન ટ્રિપલ રિઅર કેમેરા અને 50 મેગાપિક્સલના ત્રણ સેન્સર સાથે આવવાની ધારણા છે. તેમાં 3x ઓપ્ટકલ ઝૂમ સાથે પેરિસ્કોપિક ટેલિફોટો સેન્સર હશે.

ટિપસ્ટર સ્માર્ટ પિકાચુએ વેઇબોમાં ફોન અંગે આપેલી માહિતી પ્રમાણે આ ફોન ચીનમાં ઓક્ટોબરમાં રજૂ થશે અને તેમાં iQOOની જાતે વિકસાવેલી ગેમિંગ ચિપ આપવામાં આવશે. તેની પોસ્ટમાં તેના આવી રહેલા રિઅલમી હેન્ડસેટ અંગેની વિગતો પણ જાહેર કરી છે. અને તે પ્રમાણે તેમાં 200 મેગાપિક્સલનો ટેલિફોટો પેરિસ્કોપ સેન્સર હોઈ શકે છે અને રિયલમી તેની આ અગ્રણી સિરીઝનું ઓક્ટોબરમાં લોન્ચ કરી શકે છે. તેણે સીધું નામ તો નહોતું આપ્યું પણ તેની કોમેન્ટ દર્શાવે છે કે, તે Realme GT 8 અને GT 8 Pro હોઈ શકે છે.

iQOO 13ની કિંમત

iQOO 13 ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીનમાં અને ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ કરાયો હતો અને તેના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 54,999 રાખવામાં આવી હતી.

iQOO 13ના સ્પેસિફિકેશન્સ

iQOO 13ના સ્પેસિફિકેશન્સ જોઈએતો, સ્નેપડ્રેગન 8 એલાઇટ પ્રોસેસર આપવામાં આવ્યું છે તેમાં, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી છે. તે 120w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »