iQOO Neo 10R ભારતમાં ટૂંક સમયમાં આવશે! ગેમિંગ માટે 90FPS સપોર્ટ!

iQOO Neo 10R ક્વાલકોમ સ્નેપડ્રેગન 8s Gen 3, 144Hz OLED ડિસ્પ્લે અને 90FPS ગેમિંગ સપોર્ટ સાથે ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ થશે.

iQOO Neo 10R ભારતમાં ટૂંક સમયમાં આવશે! ગેમિંગ માટે 90FPS સપોર્ટ!

Photo Credit: iQOO

iQOO Neo 10R ડ્યુઅલ-ટોન કલરવેમાં આવવા માટે ટીઝ કરવામાં આવે છે

હાઇલાઇટ્સ
  • iQOO Neo 10R સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ સાથે આવશે
  • 144Hz OLED સ્ક્રીન અને 90FPS ગેમિંગ સપોર્ટ મળશે
  • 144Hz OLED સ્ક્રીન અને 90FPS ગેમિંગ સપોર્ટ મળશે
જાહેરાત

iQOOએ તેમના નવા સ્માર્ટફોન iQOO Neo 10R નો ભારતમાં લૉન્ચ કન્ફર્મ કરી દીધો છે. આ ફોન કંપની માટે ખાસ છે કારણ કે તે ‘R' બેજ ધરાવતો પહેલો ડિવાઇસ હશે. iQOO CEO નિપૂણ માર્યાએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને આ લૉન્ચની પુષ્ટિ કરી છે. આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ સાથે આવશે, જે તેની ગતિ અને કામગીરી માટે જાણીતી છે.

આ ફોનને "સેગમેન્ટ નું સૌથી ઝડપી સ્માર્ટફોન" તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. iQOOના કોમ્યુનિટી ફોરમમાં શેર થયેલી માહિતી અનુસાર, આ ડિવાઇસ ડ્યુઅલ-ટોન ડિઝાઇન સાથે આવશે અને ડ્યુઅલ-કેમેરા સેટઅપ આપવામાં આવશે. લૉન્ચની નજીક વધુ માહિતી બહાર આવશે, પણ ફીલહાલ ટીપસ્ટર્સ દ્વારા કેટલીક ખાસ વિગતો સામે આવી છે.

iQOO Neo 10R ની શક્ય વિશેષતાઓ

ટિપસ્ટર અભિષેક યાદવ (@yabhishekhd) અનુસાર, iQOO Neo 10R માં 1.5K OLED TCL C8 સ્ક્રીન હશે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે, જ્યારે ગેમિંગ દરમિયાન તે 144Hz સુધી પહોંચી શકે છે. 6,400mAhની શક્તિશાળી બેટરી આ ડિવાઇસમાં આપવામાં આવશે, જે 80W PD વાયરડ ચાર્જિંગ સપોર્ટ કરશે.

ફોન સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ સાથે આવશે, જે LPDDR5x RAM અને UFS 4.0 સ્ટોરેજ સાથે જોડાયેલી હશે. ગેમિંગ માટે તેમાં એડ્રેનો 735 GPU અને X-axis લિનિયર મોટર મળશે, જે હેપ્ટિક્સ માટે સારો અનુભવ આપશે. કેમેરા વિભાગમાં, 50MP Sony LYT-600 સેન્સર સાથેનું મુખ્ય કેમેરા લેન્સ અને 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ મળી શકે છે. ફ્રન્ટ કેમેરા માટે, 16MP સેમસંગ S5K3P9 સેન્સર અપાય તેવી શક્યતા છે.

iQOO Neo 10R ના કનેક્ટિવિટી વિકલ્પો

આ સ્માર્ટફોનમાં બ્લુટૂથ 5.4, Wi-Fi 6, અને NFC જેવા કનેક્ટિવિટી વિકલ્પો હશે. ફોનનું જાડપણ 7.98mm અને વજન 196g હોવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ફોન 4K 60fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે. ગેમિંગ માટે 90fps સપોર્ટ પણ આપવામાં આવી શકે છે, જે હાઇ-પરફોર્મન્સ ગેમિંગ માટે અનુકૂળ સાબિત થશે.

iQOO Neo 10R ના ભારતીય બજારમાં પ્રવેશ સાથે, ગેમિંગ અને પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં વધુ સ્પર્ધા જોવા મળશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સેમસંગ દ્વારા One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો
  2. અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા
  3. ઇન્ફિનિક્સે ભારતમાં શુક્રવારે તેનો સ્માર્ટફોન Infinix Smart 10 લોન્ચ કર્યો
  4. રિયલમીએ Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે
  5. Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે
  6. Itel કંપનીએ ભારતમાં બુધવારે તેનો ત્રણ ઇંચ ડિસ્પ્લે ધરાવતો નવો ફોન Itel Super Guru 4G Max ફીચર લોન્ચ કર્યો છે
  7. ભારતમાં Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે
  8. Redmi ચાઇનિઝ કંપની ભારતમાં તેના 11 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે
  9. Asus Vivobook 14 ભારતમાં 22 જુલાઈથી ભારતમાં ઉપલબ્ધ
  10. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયા હરીફો સામે ટકી રહેવા લાવી નવી ઓફર
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »