iQOO Neo 10R 11 માર્ચે ભારતમાં આવી રહ્યું છે!

iQOO Neo 10R 11 માર્ચે ભારતમાં આવી રહ્યું છે!

Photo Credit: iQOO

iQOO Neo 10R મૂનનાઈટ ટાઇટેનિયમ અને રેગિંગ બ્લુ કલરમાં ઉપલબ્ધ થશે

હાઇલાઇટ્સ
  • iQOO Neo 10R 30,000 રૂપિયાથી ઓછી કિંમતે આવશે
  • Snapdragon 8s Gen 3 અને 144Hz OLED સ્ક્રીન મળશે
  • 50MP કેમેરા અને 6,400mAh બેટરી 80W ચાર્જિંગ સાથે
જાહેરાત

iQOO Neo 10R ભારતમાં 11 માર્ચે લોન્ચ થવા જઈ રહ્યું છે. લૉન્ચિંગ પહેલા, કંપનીએ સ્માર્ટફોનની કિંમતની શ્રેણી અને AnTuTu સ્કોર અંગે માહિતી આપી છે. આ હેન્ડસેટની ચોક્કસ કિંમત જાહેર કરાઈ નથી, પરંતુ કંપનીએ જણાવ્યું છે કે આ ફોન 30,000 રૂપિયાથી ઓછી કિંમતની શ્રેણીમાં આવશે. સાથે જ, iQOOએ દાવો કર્યો છે કે આ ફોન તેના સેગમેન્ટમાં સૌથી વધુ AnTuTu સ્કોર ધરાવે છે. આ iQOOની Neo સિરીઝનું પહેલું R-બ્રાન્ડેડ ડિવાઈસ છે અને તેમાં Snapdragon 8s Gen 3 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

iQOO Neo 10R ની કિંમત અને AnTuTu સ્કોર

iQOOએ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરીને આ હેન્ડસેટને "સેગમેન્ટનો સૌથી શક્તિશાળી સ્માર્ટફોન" તરીકે પરિચય આપ્યો છે. કંપનીએ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે AnTuTu સ્કોર આધારીત આ ફોન 30,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ સ્માર્ટફોનમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન આપતો છે.

રિપોર્ટ્સ મુજબ, iQOO Neo 10R એ AnTuTu પર 1.7 મિલિયનથી વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે, જે તેને આ સેગમેન્ટમાં સૌથી વધુ પાવરફુલ બનાવે છે. જોકે, આ દાવાઓની પુષ્ટિ તેના સત્તાવાર લોન્ચ બાદ જ થઈ શકે.

iQOO Neo 10R: ડિઝાઈન અને કલર ઓપ્શન

iQOO Neo 10R બે કલર વેરિઅન્ટમાં આવશે – મુનનાઈટ ટાઈટેનિયમ અને રેજિંગ બ્લૂ . મુનનાઈટ ટાઈટેનિયમ એ ચમકદાર સિલ્વર અથવા ગ્રે શેડમાં જોવા મળ્યો છે, જ્યારે રેજિંગ બ્લૂ ગાઢ બ્લૂ ટોનમાં હશે.

iQOO Neo 10R: સ્પેસિફિકેશન અને ફીચર્સ

આ ફોન સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ સાથે આવશે, જે TSMCની 4nm પ્રોસેસ ટેકનોલોજી પર આધારિત છે. આ સાથે 8GB + 256GB અને 12GB + 256GB વેરિઅન્ટમાં ઉપલબ્ધ રહેશે.
સ્ક્રીન અંગે વાત કરીએ તો, આ ફોનમાં 6.78 ઇંચની OLED ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ મળશે, જે સરળ અને ઝડપી વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપશે.

iQOO Neo 10R: કેમેરા અને બેટરી

કેમેરા સેટઅપની વાત કરીએ તો, iQOO Neo 10Rમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે, જેમાં Sony LYT-600 સેન્સરનો સમાવેશ થાય છે. સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 16-મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે.

આ સ્માર્ટફોન 6,400mAh બેટરી અને 80W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે, જે ઝડપી ચાર્જિંગ અનુભવ આપશે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ભારતમાં ડેટાના વપરાશમાં 288 ઘણો વધારો થતાં Vi એ લૉન્ચ કર્યો તેનો નવો પ્રીપેડ પ્લાન 'નોનસ્ટોપ હીરો’
  2. Motorola Razr 60 આખરે ભારતીય બજારમાં થશે લોન્ચ, જાણો વિગતો
  3. Sony Bravia 2 II સીરિઝ ભારતમાં ત્રણ ટીવી લાઈનઅપ સાથે થઈ લોન્ચ
  4. 6.7 ઇંચની ડિસ્પ્લે જે 120Hzના રીફ્રેશ રેટ સાથે આવશે Alcatel V3 5G ફોન
  5. Vivo S30 શ્રેણી Vivo S30 અને S30 Pro Mini એક સાથે થશે લોન્ચ
  6. Gemini 2.5 Pro AI મોડેલ ભાષા સાથે માનવની લાગણીઓને પણ સમજી પ્રતિસાદ આપશે
  7. કેલિફોર્નિયાના એપલપાર્ક ખાતે યોજાવા જઈ રહી છે WWDC 2025, જાણો વિગતવાર માહિતી
  8. 32MPના ફ્રન્ટ કેમેરા સાથે માર્કેટમાં આવશે Realme GT 7T
  9. અમેઝિંગ ફિચર્સ સાથે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે લાવા શાર્ક 5G
  10. 108MP ના દમદાર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થશે Alcatel V3 અલ્ટ્રા ફોન
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »