Itel Super Guru 4G Max Feature ભારતમાં બુધવારે લોન્ચ, ત્રણ ઇંચનો ડિસ્પ્લે
Photo Credit: Itel
Itel Super Guru 4G Max ડ્યુઅલ સિમ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે
Itel કંપનીએ ભારતમાં બુધવારે તેનો ત્રણ ઇંચ ડિસ્પ્લે ધરાવતો નવો ફોન Itel Super Guru 4G Max ફીચર લોન્ચ કર્યો છે. આ ફોનમાં ઇનબિલ્ટ AI વોઇસ આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે. ફોનમાં 2,000mAh બેટરી આપવામાં આવી છે. આ શ્રેણીના ફોનમાં ત્રણ ઇંચનો ડિસ્પ્લે આપતી આ પ્રથમ કંપની બની છે. અગાઉ એપ્રિલ ૨૦૨૪માં કંપનીએ ઇન્ટેલ સુપર ગુરુ 4G ફોન ભારતીય બજારમાં મૂક્યો હતો. નવો રજૂ કરાયેલો આ ફોન બ્લેક, બ્લુ તેમજ શેમ્પેઈન ગોલ્ડ કલરમાં મળશે. તે ભારતની 13 ભાષાને સપોર્ટ કરવાની સાથે તેમાં કિંગ વોઇસ ફીચર પણ છે.
કંપનીએ જણાવ્યું કે, ફોન રૂ. Rs. 2,099 રાખવામાં આવી છે અને તે ઓનલાઇન પ્લેટફોર્મ અને દેશના વિવિધ મોબાઇલ સ્ટોરમાં મળી રહેશે. ફોનમાં QVGA કેમેરા આપવામાં આવ્યો છે. આથી આ ફોનના કેમેરા દ્વારા 320x240 પિક્સલ રિસોલ્યુશન મળશે.
Itel Super Guru 4G Max ફોન ઇનબિલ્ટ AI આસિસ્ટન્ટ બેસાડવામાં આવ્યું છે અને તેના વોઇસ કમાન્ડનો ઉપયોગ કરી વપરાશકાર, કોલ કરવો, એલાર્મ મૂકવો, મેસેજ વાંચવા અને મોકલવા તેમજ કેમેરા ઓપન કરવા જેવી કામગીરી કરી શકશે. ફોન વોઇસ કમાન્ડ દ્વારા FM રેડિયો, વીડિયો તેમજ મ્યુઝિક ચાલુ કરવા માટે વૉઇસ કમાન્ડનો ઉપયોગ કરી શકશે. આમ, આ માટે તેને કીપેડનો ઉપયોગ કરવાની આવશ્યકતા રહેશે નહીં. ફોન ડ્યુઅલ સીમ, બ્લૂટૂથ અને સી પોર્ટ કનેક્ટિવિટીને ફોન સપોર્ટ કરે છે અને આ હેન્ડસેટમાં 2,000mAh બેટરી આપવામાં આવી છે અને તે સિંગલ ચાર્જમાં 22 કલાક ચાલી શકશે તેવો કંપની દાવો કર્યો છે.
ફોનમાં બેકસાઇડ QVGA કેમેરા ફ્લેશલાઇટ સાથે અપાયો છે અને તેમાં 3 ઇંચનો લંબચોરસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટ ફોન ટેક્સ્ટ ટુ સ્પીચને પણ સપોર્ટ કરતું હોવાથી લખેલા મેસેજ હિન્દી અને ઇંગ્લીશમાં તે વાંચી શકશે. તેટલું જ નહીં, આ ફીચર ફોન દેશની 13 ભાષાઓ જેમકે, ઇંગ્લિશ, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, પંજાબી, ઓડિયા, અસમીઝ, ઉર્દૂ, બંગાળી તેમજ મરાઠીને પણ સપોર્ટ કરે છે.
BSNL 4G સહિતના ટેલિકોમ ઓપરેટર સાથે આ ફોન સુસંગત છે. ફોનમાં આઇકોન સહિત 2,000 કોન્ટેક્ટ સેવ કરી શકાશે તેમજ ફોનનું સ્ટોરેજ વધારીને 64GB સુધી કરી શકાશે. ફોનમાં વીડિયો કોલ રેકોર્ડિંગ કરી શકશે તેમજ ફોનમાં વિડિયો અને ઓડિયો પ્લેયર છે. તેમાં, પ્રીમિયમ ગ્લાસ બેક ડિઝાઇન છે જેમાં ppmc એક્રેલિક ગ્લાસ આવે છે જે ફોનનો દેખાવ સારો કરવાની સાથે જ તેની મજબૂતી પણ વધારશે.
જાહેરાત
જાહેરાત