લાવા અગ્નિ 4 લોન્ચ કરી શકે તેવી પ્રબળ શક્યતા છે. લોન્ચ પહેલા જ તે ફોન અંગેની કેટલીક વિગતો લીક
Photo Credit: Lava
લાવા અગ્નિ 4, લાવા અગ્નિ 3 (ચિત્રમાં) નું સ્થાન લેશે તેવું માનવામાં આવે છે
ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક લાવા ઇન્ટરનેશનલ વધુ એક ફોન લાવા અગ્નિ 4 નજીકના જ ભવિષ્યમાં લોન્ચ કરી શકે તેવી પ્રબળ શક્યતા છે. એક અહેવાલ પ્રમાણે હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે. લોન્ચ પહેલા જ તે ફોન અંગેની કેટલીક વિગતો પણ જાણવા મળી છે તે પ્રમાણે આ ફોનના રિયર કેમેરાને નવી જ ડિઝાઇન આપવામાં આવી છે. તેની કિંમત અને કઈ ચેનલ દ્વારા ફોનનું વેચાણ કરાશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ઈન્ટરનેટ પર તેની કિંમત, ડિઝાઇન અને સ્પ્સિફિકેશન્સ અંગેની વિગતો જાહેર થઈ ગઈ છે.
લાવા દ્વારા ભારતમાં અગ્નિ 3 ઓક્ટોબર 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7300X ચિપસેટ અને નાનું એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું હતું. હાલમાં મળી રહેલી માહિતી પ્રમાણે અગ્નિ 4માં મીડિયાટેક ડાયમેન્સિટી 8350 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 4nm પ્રોસેસ પર બનાવવામાં આવ્યો છે. તે તેને વધુ દમદાર બનાવશે. તેની પીક ક્લોક સ્પીડ 3.35GHz છે અને UFS 4 સ્ટોરેજ સાથે સાંકળવામાં આવી છે.
બહાર આવેલી વિગત પ્રમાણે ફોનમાં હોરિઝેન્ટલ એલાઈન ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે અને તેને એક ગોળી (pill) નો શેપ અપાયો છે. બંને કેમેરા 50 મેગાપિક્સલના હશે. બંને લેન્સની વચ્ચે એલઇડી ફ્લેશ પણ દેખાશે. જે તેની ડિઝાઇનને નવો જ લુક આપશે. ફોન 6.78 ઇંચના ફૂલ એચડી ડિસ્પ્લે સાથે આવશે અને તેનો રિફ્રેશ રેટ 120Hz રહેશે.
આ ફોનમાં કંપની અગાઉના ફોનની જેમ ટ્રિપલ રિયર કેમેરાને બદલે બે રિયર કેમેરા આપશે તેવું મનાઈ રહ્યુ છે. તેમજ આ ફોનમાં મિનિ એમોલેડ સ્ક્રીન પણ નહીં હોય જે અગાઉના ફોનમાં તેનું આગવું આયામ હતું. આગની ૩માં કર્વ્ડ કિનારા હતા તેને સ્થાને આ ફોનમાં ફ્લેટ ખૂણા આપવામાં આવ્યા છે. લાવા અગ્નિ 4 સ્માર્ટફોનની કિનારીઓ મેટલની હોઈ શકે છે. આ ઉપરાંત તેના પાવર અને કંટ્રોલ બટન જમણી બાજુ હોઈ શકે છે.
લાવા અગ્નિ 4ને ભારતમાં વેચાણ કિંમત રૂ. 25,000 નક્કી કરાઈ શકે છે. આ ભાવ તેની ચિપસેટને કારણે લેવાશે. આમ, અગ્નિ 3 કરતા આ ફોનની કિંમત નોંધપાત્ર વધુ રહેશે. અગ્નિ 3ના 8GB રેમ 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 22,999 અને 256GB સ્ટોરેજ ધરાવતા (ચાર્જર સાથે) ફોનની કિંમત રૂ. 24,999 હતી.
જાહેરાત
જાહેરાત