રતીય મોબાઇલ કંપની લાવાએ ફરી એક નવો સ્માર્ટફોન Lava Blaze AMOLED 2 5G ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
Photo Credit: Lava
લાવા બ્લેઝ એમોલેડ 2 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે
ભારતીય મોબાઇલ કંપની લાવાએ ફરી એક નવો સ્માર્ટફોન Lava Blaze AMOLED 2 5G ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં આ ફોન બજારમાં આવી રહ્યો છે ત્યારે આ ફોન અંગેની કેટલીક જાણકારી પણ કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે. તેના ટીઝરમાં ફોન એકદમ સલીમ અને વ્હાઇટ કલરમાં સાઇડમાં બ્લેક પેનલ સાથે આકર્ષક દેખાય છે. કંપનીનો લોગો Lava તેમાં નીચેની ડાબે ખૂણે છે તેમજ તેમાં લંબચોરસ આકારમાં કેમેરા સેટઅપ ઉપરી તરફ અપાયું છે. આ ભાવમાં મળતા તમામ ફોનમાં આ ફોન સૌથી સલીમ ફોન હોવાનો પણ કંપનીનો દાવો છે.
લાવા કંપનીએ તેના આવી રહેલા ફોનના લોન્ચ અંગેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી પરંતુ, તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફોન અંગેના સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન અંગે માહિતી જાહેર કરી છે. અગાઉ આ ફોન Lava Blaze Dragon 5G સાથે જ જુલાઈમાં બજારમાં આવવાની વાત હતી. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7060 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની પીક ક્લોક સ્પીડ 2.6GHz રહેવાનો દાવો કરે છે. તેમાં 6GBની LPDDR5 રેમ તેમજ 6GB વર્ચ્યુઅલ મેમરી અને 128GB ની UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. ફોનમાં ડિસ્પ્લે 6.67 ઇંચનો એમોલેડ ફૂલ એચડી રિસોલ્યુશન સાથે અને તેનો રિફ્રેશ રેટ 120Hz સુધીનો રહેશે.
Lava Blaze AMOLED 2 5Gમાં 5000 mAh બેટરી અને 33w વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ મળશે. તેના બોક્સમાં ફોન સાથે યુએસબી સી પોર્ટ કેબલ ચાર્જર પણ આપવામાં આવ્યું છે. આ ફોન પ્યોર એન્ડ્રોઇડ 15 પર ચાલશે અને તે એડ- ફ્રી અને બ્લોટવેર- ફ્રી હોવાનો દાવો કરે છે જેના કારણે ફોન વધુ ફાસ્ટ અને યુઝર ફ્રેન્ડલી બની રહેશે.
લાવા કંપનીએ તેનો ફોન રૂ. 15,000 ની કિંમતમાં મળતા ફોનમાં સૌથી પાતળો ફોન હોવાનો દાવો કર્યો છે, જે તેના અંદાજિત ભાવ દર્શાવે છે. ફોન ફેધર વ્હાઇટ અને મિડનાઈટ બ્લેક કલરમાં મળશે. આ સાથે જ લાવાએ તેના ફોનની ઘરે ફ્રી સર્વિસ પૂરી પાડવાનો પણ વાયદો કર્યો છે.
ફોનમાં સુરક્ષા માટે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ક્ષમતા પણ આપવામાં આવી છે. આ સ્માર્ટ ફોન લાઇનિયા ડિઝાઇન સાથે આવશે અને તેની જાડાઈ 7.55mm રહેશે.
જાહેરાત
જાહેરાત